૧. વૃદ્ધ પેન્શન (વય વંદના)
ઈન્દિરા ગાંધી
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના)
Indira Gandhi
National Old Age Pension Scheme –(IGNOAPS)
- યોજનાનો ઉદ્દેશ:
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National
Social Assistance Programme -NSAP)
હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
- પાત્રતાનાં ધોરણો:
- અરજદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઇએ.
- બી.પી.એલ. યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવા જોઇએ.
- પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
- યોજનાના ફાયદા / સહાય:
- ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂપિયા ૪૦૦/- માસિક સહાય.(રૂપિયા ૨૦૦/- ભારત સરકાર અને રૂપિયા ૨૦૦/- રાજ્ય સરકાર તરફથી)
- ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવનારને રૂપિયા ૭૦૦/- માસિક સહાય.(રૂપિયા ૫૦૦/- ભારત સરકાર અને રૂપિયા ૨૦૦/- રાજ્ય સરકાર તરફથી)
- પ્રક્રિયા:
- અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯
તાલુકાના મામલતદારશ્રીઓ.
- અપીલ અરજી અંગે:
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે. - અરજી ફોર્મ:
વૃદ્ધ પેન્શન (વય વંદના) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
૨. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના
(રાજ્ય સરકાર)
(રાજ્ય સરકાર)
- યોજનાનો ઉદ્દેશ:નિરાધાર વૃદ્ધોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.
- પાત્રતાનાં ધોરણો:
- નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
- ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
- ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
- જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
- અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
- યોજનાના ફાયદા / સહાય:
- અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય તો માસિક રૂપિયા ૪૦૦/-
- લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
- પ્રક્રિયા:
તાલુકા મામલતદારશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
- અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯
તાલુકાના મામલતદારશ્રીઓ.
- અપીલ અરજી અંગે:
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે. - સહાય ક્યારે બંધ થાય:
1. ૨૧ વર્ષનો પુત્ર થતાં.
2.વાર્ષિક આવક વધુ થતાં.
2.વાર્ષિક આવક વધુ થતાં.
- અરજી ફોર્મ:
નિરાધાર વૃદ્ધ પેન્શન (રાજ્ય સરકાર) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
No comments:
Post a Comment