Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

જીએસટી - GST


જીએસટી વિશે જાણો.

    સૌજન્ય : NEWS 18 ગુજરાતી
        આપણા દેશમાં ૧ લી જુલાઇ,૨૦૧૭ થી જીએસટી લાગુ થયેલ છે..ટેક્સ સુધાર અંગે આ એક  ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જીએસટી દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરશે. જાણો જીએસટીથી જોડાયેલા દરેક સવાલનો જવાબ.

સવાલઃ  શું છે જીએસટી ?
જવાબઃ જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. 1 લી જુલાઇ 2017 થી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.

સવાલઃ જીએસટી કયા કયા પ્રકારના ટેક્સ સમાપ્ત કરશે ?

જવાબઃ જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી, એડીશનલ એક્સાઇઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડીશનલ કસ્ટમ ડ્યૂટી (સીવીડી), સ્પેશ્યલ એડીશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી), વેટ/સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેસ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.

સવાલઃ તો શું જીએસટીમાં કોઇ ટેક્સ નહીં લાગે ?

જવાબઃ જીએસટી લાગુ થયા બાદ વસ્તુઓ અને સેવાઓ પર માત્ર ત્રણ ટેક્સ વસૂલવામાં આવશે, પહેલો સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી જે કેન્દ્ર વસૂલશે. બીજુ એસજીએસટી એટલે કે સ્ટ્રેટ જીએસટી જે રાજ્ય સરકાર પોતાના ત્યાં થનાર કારોબાર પર વસૂલશે. કોઇ કારોબાર જો બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આઇજીએસટી એટલે કે ઇંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે. આને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બન્ને રાજ્યોમાં સમાન રીતે ભાગ કરવામાં આવશે.

સવાલઃ જીએસટીના શું ફાયદા હશે ?

જવાબઃ આજે એક જ વસ્તુ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવમાં વેચાય છે. આનુ કારણ એ છે કે, અલગ અલગ રાજ્યોમાં તેના પર લગાવેલી ટેક્સની સંખ્યા અને દર અલગ અલગ હોય છે. હવેથી આમ નહીં બને. દરેક વસ્તું પર જ્યાં તેનું નિર્માણ થઇ રહ્યું હશે ત્યાંજ તેનો જીએસટી વસૂલ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના માટે કોઇપણ ટેક્સ, વેચાણ પર અથવા અન્ય કોઇ ટેક્સ આપવો નહીં પડે. અને સમગ્ર દેશમાં એ વસ્તું એક જ ભાવમાં મળશે. ઘણા રાજ્યોમાં ટેક્સનો દર બહુ વધારે છે, તેવા રાજ્યોમાં તે વસ્તુઓ સસ્તી થશે.

સવાલઃ શું પેટ્રોલ અને શરાબમાં પણ લાગુ થશે આ આદેશ ?

જવાબઃ આજે પેટ્રોલ-ડીઝલની કિંમત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે.શરાબના પણ આ જ હાલ છે.  જીએસટી લાગુ થયા બાદ પણ  આ બન્નેની કિંમત અત્યારની પરિસ્થિતિ મુજબ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રહેશે. કારણ કે રાજ્યોની માંગ પર કેન્દ્ર સરકાર શરાબને જીએસટીથી બહાર રાખવા માટે રાજી થઇ ગઇ છે, જો કે, પેટ્રોલ પાદાર્થોમાં તેઓએ નિર્ણય લીધો છે કે આ રહેશે તો જીએસટીના અંદર, પરંતુ આના પર રાજ્ય પહેલા પ્રમાણે જ ટેક્સ વસૂલતા રહેશે. એટલે કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં રાજ્યોમાં જે અંતર જોવા મળે છે, એ મળતો રહેશે.

સવાલઃ જીએસટીના કારણે રાજ્યોના હાથેથી તમામ ટેક્સ જતા રહેતા, તેમની ભરપાઇ કોણ કરશે ?

જવાબઃ જીએસટી લાગુ થવાથી કેન્દ્ર સરકાર, કારોબારી, દુકાનદાર અને ગ્રાહકો બધાને ફાયદો થશે. જો કે, રાજ્યોને આનાથી થોડું નુકસાન સહન કરવું પડી શકે છે પરંતુ તેઓનું જેટલું નુકસાન થશે તેની ભરપાઇ કેન્દ્ર સરકાર ત્રણ વર્ષ સુધી કરશે. ચોથા વર્ષ 75 ટકા અને પાંચમાં વર્ષમાં 50 ટકા નુકસાનની ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકાર રાજ્યોને ભરપાઇની ગેરન્ટી આપવા માટે તે અંગે કાયદામાં પણ વ્યવસ્થા કરવા માટે તૈયાર થઇ ગઇ છે.

સવાલઃ જીએસટીથી સરકારને શું ફાયદો થશે ?

જવાબઃ જીએસટી લાગુ થયા બાદ દેશના જીડીપી ગ્રોથમાં આશરે 2 ટકા સુધીનો ઉછાળ આવવાનું અનુમાન છે. આવું એટલે થશે કેમ કે ટેક્સની ચોરી રોકાશે. કેમ કે હાલ ટેક્સ ઘણા માધ્યમો દ્વારા વસૂલવામાં આવે છે, આનાથી હેરાફેરીની, ગોટાળાની સંભાવના વધુ હોય છે. જીએસટીના લીધે ટેક્સ જમા કરવો જ્યારે સુવિધાપૂર્ણ અને આસાન હશે તો વધુમાં વધું કારોબારી ટેક્સ ભરવા માટે રૂચિ દેખાડશે. આનાથી સરકારની આવક વધશે. વેપારીઓને પણ જ્યારે અલગ અલગ ટેક્સોની મગજમારીથી મુક્તિ મળશે તો તેઓ પણ તેમનો વ્યપાર સારી રીતે કરી શકશે. ટેક્સને લઇને વિવાદ પણ ઓછો થશે, અર્થતંત્રને ગતિ મળશે.

સવાલઃ કેવી રીતે વસૂલવામાં આવશે જીએસટી ?

જવાબઃ જીએસટીની વસૂલી ઓનલાઇન થશે. વસ્તુના મેન્યુફેક્ચરિંગના વખતે જ એને વસૂલવામાં આવશે. કોઇપણ વસ્તુનો ટેક્સ જમા થતાંજ જીએસટીના તમામ સેન્ટરોમાં આ બાબતે જાણકારી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ તે વસ્તુ પર સપ્લાયર્સ, દુકાનદાર અથવા ગ્રાહકને આગળ કોઇ ટેક્સ નહી આપવો પડે. જો માલ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ રહ્યો છે, તો પણ તેના પર કોઇ ટેક્સ નહીં લાગે. એટલે કે બોર્ડર પર ટ્રકોની જે લાંબી લાઇન અત્યારે જોવા મળે છે, તે ગાયબ થઇ જશે.

સવાલઃ જીએસટીના દર કોણ નક્કી કરશે ?

જવાબઃ જીએસટી સબંધિત નિર્ણય લેવા માટે બંધારણીય સંસ્થા જીએસટી કાઉંસિલની રચના કરવામાં આવશે. જીએસટી કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિ હશે. જેના પ્રમુખ કેન્દ્રીય નાણાપ્રધાન હશે, જ્યારે રાજ્યોના નાણાપ્રધાન સભ્યો હશે. જીએસટી કાઉંસિલ જીએસટીના દર, ટેક્સમાં છૂટ, ટેક્સ વિવાદ, ટેક્સ અવકાશ અને અન્ય વ્યવસ્થા પર ભલામણો કરશે.
**** 

 GST E-Book In Hindi

* Download Free e-Book on GST in Hindi - By CA Sudhir Halakhandi.જીએસટી વિશેની સંપૂર્ણ સમજણ આપતી સીએ સુધીર હાલાખંડી લિખિત ઇ બુક હિન્દી ભાષામાં ડાઉનલોડ કરો. pdf ફોર્મેટમાં. અહીં ક્લિક કરો


* જીએસટી પર પૂછાતા અગત્યના સવાલ-જવાબ જીએસટી અવલોકન હિન્દી ભાષામાં જોવા અથવા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

જીએસટી દરનો કોઠો
સંકલન - હરિ પટેલ

સામાન્ય ઉપયોગી વસ્તુઓ પર જીએસટી દરનો કોઠો
0 % જીએસટી
5 % જીએસટી
12 % જીએસટી
દૂધ
ખાંડ
ઘી
દહીં
ખાદ્યતેલ
માખણ
ગોળ
ચા પત્તી
બદામ
ખુલ્લુ ખાદ્ય અનાજ
કોફીના ભૂનેલા દાણા
ફ્રૂટ જ્યૂસ
તાજાં શાકભાજી
બાળકોનો દૂધનો આહાર
પેકિંગ નાળિયેર પાણી
માર્કા વગરનો લોટ
કાજુ
શાકભાજી
માર્કા વગરનો મેંદો
કિશમીશ
ફળો
માર્કા વગરનું બેસન
અગરબત્તી
અથાણું
ખુલ્લુ પનીર
ઘરેલું એલપીજી
મુરબ્બો
મીઠું
કોલસા
જેમ અને જેલી
ઈંડાં
સ્કિમ્ડ દૂધ પાઉડર
ચટણી
માર્કા વગરનું મદ્ય
પેકીંગ કરેલું પનીર
છત્રી
લસ્સી
પીડીએસ કેરોસીન
મોબાઇલ
પ્રસાદ
ફેબ્રિક
18 % જીએસટી
ખજૂરનો ગોળ
જૂતાં-ચંપલ(રૂ।.500 સુધી)
ટુથપેસ્ટ
કાજલ
કપડાં (રૂ।. 1000 સુધી)
સાબુ
ફૂલ ભરેલ સાવરણી
કોચર  મેટ
કેશ તેલ
બાળકોનાં ડ્રોઇંગ અને રંગનાં પુસ્તકો
ચટાઇ અને ફ્લોર કવરિંગ
સૂપ
શિક્ષણ સેવા

પાસ્તા
આરોગ્ય સેવા

આઇસક્રીમ


કોર્નફ્લેક્સ


ટોયલેટ્રીઝ


કોમ્પ્યુટર


પ્રિન્ટર


* GST ACTS જોવા  વિવિધ કાયદા પોસ્ટ પર જવા અહીં ક્લિક કરો

Post a Comment