Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

09 January 2017

Apply For Pan Card Online


Pan Card (પાન કાર્ડ) મેળવો ઓનલાઇન.By Hari Patel Blog.Please, Click Below Image
https://www.utiitsl.com/UTIITSL_SITE/site/pan/


ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે કાઢવું ?
           

   ઈન્ટરનેટના આ યુગમાં ઘણા બધા કામ ઓનલાઈન જ થતા હોય છે. તેમાનું એક કામ એટલે નવું પાનકાર્ડ મેળવવું. જરૂરી દસ્તાવેજો જો તમારી પાસે તૈયાર હોય અને તમે ઓનલાઈન પાનકાર્ડની અરજી કરો છો તો એક મહિનાની અંદર તમારા ઘરે નવું પાનકાર્ડ આવી જશે. ખાસ કરીને નવા મેરેજ થયેલી યુવતીઓએ પાનકાર્ડ મેળવવામાં ભારે અડચણો આવતી હોય છે, કારણ કે તેમની પાછળ પહેલા તેમના પિતાનું નામ હોય છે અને લગ્ન બાદ પતિના નામને જોડવાનું હોવાથી અમુક બાબતોની ખાસ કાળજી રાખવાની હોય છે. તે બાબતો કઈ છે તેની માહિતી પણ આપને જણાવીશું.
            પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? તેના માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી? તે સબંધની તમામ માહિતી આપને અહીં આપી રહ્યા છીએ. પાન કાર્ડની અરજી કરવા માટેની તમે પહેલી વારજ ઓનલાઈન પાનકાર્ડની અરજી કરવા માંગો છો તો પહેલા તમે http://incometaxindia.gov.in/home.asp વેબસાઈટ પર લોગઈન થાઓ. તેમાં ડાબી બાજુ સૌથી ઉપર અંગ્રેજીમાં પાન PAN લખેલું છે તેના પર જાઓ. તેમાં પાંચમું ઓપ્શન એપ્લાઈ ઓનલાઈન લખેલું છે તેમાં NSDL પર ક્લિક કરો. NSDL પર ક્લિક કરતાની સાથે જ એક બોક્સ ઓપન થશે જે તમને કહેશે કે આ લિંક તમને બીજા વેબ પેજ પર લઈ જશે. તેના પર OK આપી દો. ત્યાર બાદ Income Tax PAN Services Unit પેજ આવશે. જેમાં Apply as an Indian citizen / NRI  પર ક્લિક કરો.
        જો તમારી પાસે પાનકાર્ડ છે અને તમે તેમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો તમે For change / correction in PAN Card Details પર ક્લિક કરી શકો છો. ઉદાહરણ તરીકે કોઈ યુવતીના લગ્ન થઈ ગયા છે અને તેના જુના પાનકાર્ડમાં તેના પિતાનું નામ છે,પણ લગ્ન પછી તેના પતિનું નામ પાછળ લખાવવું છે તો તેઓ અહીં સુધારો કરાવી શકે છે. તેમાં એક ફોર્મ ખુલશે તે ભરવાનું હોય છે. હવે ફરી નવા પાનકાર્ડની અરજી પર આવીએ. અહીં તમે
For change / correction in PAN Card Details ક્લિક કરશો એટલે Apply for New PAN નું ઓપ્શન ખુલશે. તેમાં. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની વિગતો આપેલી છે. તે ધ્યાનથી વાંચી લો.
      
Apply for New PAN (Form 49A) પર ક્લિક કરો.  બોક્સ ખૂલે એટલે મથાળાની વિગત Status of the Applicant.* માં Individual સિલેક્ટ કરી ક્લિક કરો. હવે તમારી સામે ફોર્મ આવશે. તેમાં લાલ ફુદડી કરેલા બોક્સમાં વિગતો ભરવી ફરજીયાત છે.
https://incometaxindiaefiling.gov.in/...
        ફોર્મની અંદર એરીયા કોડ, રેન્જ કોડ વગેરે લખવાનું હોય છે તે માટે તમે ગુગલમાં Know Your Jurisdictional સર્ચ કરી લિંક પર ક્લિક કરો એટલે ખુલી જશે. પછી તેમાં તમારા વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિના પાન કાર્ડ મેળવી લો અને તેનો નંબર તેમાં નાંખો એટલે તમને Area Code, AO Type, Range Code, AO Number તમને મળી જશે. તમે આ ફોર્મમાં Ward/Circle, Range, Commissioner ના બોક્સમાં તમે કંઈ ન લખો તો પણ ચાલશે. બધી વિગતો ભરીને પેમેન્ટ તમને જે રીતે સરળ પડતું હોય તે રીતે કરી ફોર્મ. Submit કરી દો. ત્યાર બાદ એક તમારી વિગતો સાથેનું એક ફોર્મ આવશે તેની પ્રિન્ટ કાઢી લો. તેમાં ફોટો ચોટાડો જે ફોટોમાં ક્રોસ સાઈન કરવાની છે તેમાં ક્રોસ સાઈન કરો અને બાકીના બીજા ફોટોમાં કંઈ કરવાનું નથી. આ બોક્સમાં ફોટો ચોટાડો ત્યારે તમારો ફોટો બ્લેક બોર્ડરને અડવો જોઈએ નહી. તે રીતે જ કાપીને ચોટાડવો.. આ ફોર્મની ઉપર Acknowledgment Number આવશે. તે સાચવીને રાખજો. તે નંબરના આધારે તમે તમારી અરજીની પ્રક્રીયા ક્યાં પહોંચી તેને જાણી શકશો          

 આ ફોર્મ સાથે નીચે મુજબના  ડોક્યુમેન્ટ જોડવા
* સ્કૂલનું લિવિંગ સર્ટિફિટેટ
* એડ્રેસ પ્રુફની કોપી- ડ્રાઈવિંગ લાઈસન અથવા ઈલેક્સન કાર્ડની કોપી (કોઇપણ એક)
* બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
* ક્રેડિટકાર્ડ સ્ટેટમેન્ટ
* પાણી બીલ
* લાઈટ બીલ
* પાસપોર્ટની કોપી
* ભાડા ચીઠ્ઠી
* ટેલિફોન બીલની કોપી
* પરણિત યુવતીએ મેરેજ સર્ટીફિકેટ
   હવે યુવતીઓ માટે ધારો કે તમારા લગ્ન થયા છે તો એડ્રેસ પ્રુફમાં તમારા પતિનું એડ્રેસ કોપી ઈનકમ ટેક્સ માન્ય ગણશે નહી. ખુદ યુવતીના નામનું કોઈ એડ્રેસ પ્રુફ હોવું જોઈએ. જો ન હોય તો શું કરવું તે જાણી લો. વેરિફીકેશન ફોર્મ હોય છે,. તેમાં નામ અને એડ્રેસ લખી ગેઝેટેડ ઓફિસર અથવા પાલિકાના નગરસેવકની સાઈન સિક્કા કરાવી ફોર્મ સાથે જોડી દો. વેરિફિકેસન ફોર્મ માટે નીચેની લિંક પર ક્લિક કરો...
http://www.incometaxindia.gov.in/archive /Verification_Certificate_CBDT_20072012.pdf
          નવા પાનકાર્ડની સ્થિતિ જાણવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો 
https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html
        સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ નવું પાનકાર્ડ મહિના દિવસની અંદર તમે જે પત્રવ્યવહારનું સરનામુ લખાવ્યું હશે તેના પર આવી જશે.આભાર.

Post a Comment