RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

04 October 2015

વિચાર કોડિયાં



પ્રત્યેક બાળક એવો સંદેશો લઇને
આવે છે કે ભગવાને હજી માણસને
વિશે આશા ગુમાવી નથી.
***
મહાન છે તે આજીવન બાળક રહે છે,
મૃત્યુ પામે છે ત્યારે પોતાનું મહાન બાળપણ
તે જગતને અર્પણ કરતો જાય છે.
***
આકાશના તારાને આગિયા જેવા દેખાવામાં
સંકોચ થતો નથી.
***
આપણે મહાનતાની વધુમાં વધુ સમીપ
ત્યારે પહોંચીએ છીએ
જ્યારે આપણી નમ્રતા મહાન બને છે.
***
ખોટાને પરાજય પોષાતો નથી,
સાચાને પોષાય છે.
***
માટી અપમાન પામે છે,
અને તેનો બદલો વાળે છે
ફૂલો વડે.
***
પ્રભુ છે અને સર્વત્ર છે.
આ તથ્ય આપણે બોલીએ તો છીએ,
પણ આપણું આચરણ એવું છે કે
જાણે પ્રભુ ક્યાંય છે જ નહીં.

(ઉપરોક્ત સાત વિચાર કોડિયાં "રવિન્દ્રનાથ ટાગોર" નાં છે.)
***
તમારી સફળતા માટે ઘણા બધા જવબદાર હશે
પણ નિષ્ફળતા 
તો માત્ર તમે જ જવાબદાર છો.
***
આ દુનિયામાં ઘણી સહેલાઇથી છેતરી શકાય
તેવી વ્યક્તિ જો કોઇ હોય તો 
તે આપણી જાત છે.
                 -  લાઇટોન
***
દરેક સારું કાર્ય પહેલાં અસંભવ લાગે છે.
***
કાર્ય કરવાથી હમેશા આનંદ મળે તેવું ન થાય,
પરંતુ કાર્ય નહિ કરવાથી આનંદ નહિ જ મળે.
***
લોકોનો અવાજ એ જ પ્રભુનો અવાજ છે. 
***  
આ જગતમાં પરોપકાર સિવાય 
કોઈ ધર્મ નથી 
અને બીજાને દુ:ખ આપવા સમાન 
કોઈ પાપ નથી.
                                 -
સંત તુલસીદાસ

***
 કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,  
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
                                          -
હરીન્દ્ર દવે

***
જગતમાં માણસ સિવાય
જેમ બીજું કોઇ મોટું નથી,
તેમ માણસના ચારિત્ર સિવાય
બીજું કાંઇ પણ મોટું નથી. 
           - ડબલ્યું એમ. ઇવાર્ટસ
***
ચરિત્ર માનવજીવનની અણમોલ સંપત્તિ છે.
***
આપણે જે કંઇ છીએ
એ આપણા વિચારો
દ્વારા જ બન્યા છીએ.
*** 
પરોપકારનું પ્રત્યેક કાર્ય 
વ્યક્તિને સ્વર્ગ (સુખ) તરફ લઇ જાય છે.
***
સો હાથથી કમાઓ
હજાર હાથથી વહેંચી દો.
                - ઋગ્વેદ
 
***
સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે એવી રીતે બોલવું જોઇએ કે
તે અપ્રિય ન બને.
                  - મોરારજીભાઇ દેસાઇ
***
જે લોકો ધર્મની રક્ષા કરે છે,
તેઓની ધર્મ રક્ષા કરે છે.
***
બધે જ ગુણની પૂજા થાય છે,સંપત્તિની નહિ,
પૂનમના ચંદ્ર કરતાં
બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
                         - ચાણક્ય 
 ***
જ્યાં દેડકાઓ ભાષણ કરે છે
ત્યાં મૌન જ શોભે છે.
***
પ્રાર્થના એ યાચના નથી,
એતો આત્માનો પોકાર છે. 
***
સાચી પ્રાર્થનાથી આપણને
સાચા કર્તવ્યનો ખ્યાલ આવે છે.
***
પવિત્ર હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના
ક્યારે ય નિરર્થક જતી નથી.
***
પ્રાર્થનાને વાણીની જરૂર નથી.
***
પ્રાર્થના નમ્રતા કી પુકાર હૈ,
આત્મશુદ્ધિ કા, આત્મનિરીક્ષણ કા આહવાન હૈ.
***
પ્રાર્થના કા ઉદ્દેશ્ય મનુષ્ય કો પૂર્ણ બનાના હૈ,
મૈલે હૃદય સે પ્રાર્થના કરના વ્યર્થ હૈ.

(ઉપરોક્ત પ્રાર્થના વિશેનાં છ વિચાર કોડિયાં "મહાત્મા ગાંધીજી" નાં છે.)
***
પ્રાર્થનાથી હું ઇશ્વરની મદદ મેળવું છું.
                   - વિનોબા ભાવે
***
પ્રાર્થના કરવાથી ઇશ્વર બદલાતો નથી,
પ્રાર્થના કરનાર બદલાય છે.
                      - કીડેગાર્ડ
***
પ્રાર્થનામાં જે માંગશો તે મળશે,
જો વિશ્વાસ હશે તો.
                    - બાઇબલ
***
પ્રાર્થનાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
                     - ઋગ્વેદ 
 

 
 
 
 
***
સર્વસ્વ ઇશ્વરાધિન છે
તેમ માની પ્રાર્થના કરો,
અને સર્વસ્વ પુરૂષાધિન છે
તેમ માની કાર્ય કરો.
***
શબ્દો જેટલા ઓછા તેટલી 
પ્રાર્થના ઉત્તમ અને પ્રભાવશાળી.
             - માર્ટિન લ્યૂથર કીંગ
***
પ્રાર્થના એટલે ઉલ્લાસમાં મગ્ન
એવા જાગૃત આત્માનું આત્મનિવેદન.
                  - એમર્સન 
***
પ્રાર્થના એટલે આત્માના અવાજને
પરમાત્મા સુધી લઇ જનાર સંદેશવાહક. 
                 - દયાનંદ સરસ્વતી
***
પ્રાર્થના એ મનને સ્થિર,શુદ્ધ,પવિત્ર
અને પ્રભુમય કરનાર બળ છે.
***
'સ્વ' ને ભૂલીને પરમતત્વ પરમાત્માના
સ્વરૂપમાં ખોવાઇ જવું 
તેનું નામ જ પ્રાર્થના.
               - હરિભાઇ ડી. પટેલ 
***
આપણી પ્રાર્થના ભલાઇ માટે હોવી જોઇએ,
કારણકે ઇશ્વર જાણે છે કે,
સારું શું છે.
***  
વિશ્વાસ એવી શક્તિ છે 
જે માનવીને જીવિત રાખે છે.
વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
                                          –
વિલિયમ જેમ્સ

***
 મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતાં પહેલાં 
એ વિચારો કે તમને બન્નેમાંથી 
કોની જરૂરિયાત વધારે છે ?
                                          -
ગોનેજ

***
સૌન્દર્ય જોનારની આંખોમાં વસે છે.
***

પિતાને બાળકો હોય છે,
પણ બાળકોને સાચો પિતા ક્યારેક જ મળે છે.
***
પ્રેમ ત્યારે કહેવાય,
જ્યારે તમારું અને મારૂં આપણું બની જાય.

***
ઉત્તમને ચાહવું એ લગભગ
જાતે ઉત્તમ બનવા બરાબર છે.
***
દીવાલોને બદલે સેતુઓ બાંધશો તો
તમને મિત્રો મળી રહેશે.
***
મિત્રના ઘરનો માર્ગ ક્યારેય લાંબો નથી હોતો.
***

નહિ બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે, 
બોલાયેલો શબ્દ તમારો માલિક.
***
વાત કરી જોજો,એને વળગી ન રહેતા.
***
માત્ર બોલ્યા ના કરો, કંઇક કહો.
***
સમજણ જેમ વધારે તેમ શબ્દો થોડા.
***
અનુભવ એ 
દરેક માણસે પોતાની ભૂલોને 
આપેલું નામ છે.
***
જે લાગે છે અંત- 
તે ખરેખર એક નવો આરંભ હોઇ શકે છે.
***
તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, 
પણ તમે જે કરી બતાવશો એ તેઓ મનશે.
***
કિસ્મત એ કોઇ અકસ્માત નથી, 
એ જાતે કરેલી એક પસંદગી છે.
***
ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો 
વધુ વેદનામય હોય છે.
***
ખોટું કામ કરવાનો કોઇ સાચો રસ્તો છે જ નહિ.
***
આજના સૂરજને 
આવતી કાલના વાદળ પાછળ 
ઢાંકી દેવો તેનું નામ ચિંતા.
***
ગુસ્સો કરવો એટલે 
બીજાઓના દોષનો બદલો 
આપણી જાત પર લેવો.
***
જમાનો બહુ ખરાબ આવ્યો છે.
ભલે, પણ તમને અહીં મોકલ્યા છે 
તે એને સારો કરવા માટે.
***
એક મોટી તક આવી પહોંચે 
તેની રાહ જોઇને બેસી રહેવાને બદલે, 
નાની નાની તકોને ઝડપી લેવાથી 
આપણે મુકામે ઝટ પહોંચીએ છીએ.
***
હાજરીમાં જે તમારાથી ડરે, 
એ ગેરહાજરીમાં તમને ધિક્કારશે.
***
નડતરો એટલે 
લક્ષ્ય પરથી નજર હઠાવી લઇએ 
પછી આપણને જે દેખાય તે.
***
સમસ્ત વિશ્વને ચાહવું તેમાં 
કોઇ મોટી વાત નથી, 
સવાલ તો પડોશમાં રહેતા 
પેલા અભાગિયાનો છે.
***
ઉત્તમ માણસ બોલવામાં ધીરો હોય છે, 
પણ કાર્ય કરવામાં ઉતાવળો.
***
કોણ સાચું છે તે નહિ, 
પણ શું સાચું છે એ વાત મહત્વની છે.
***

રસ્તાને છેડે મારું તીર્થ નથી,
મારું મંદિર તો રસ્તાની બન્ને બાજુ છે.
***
એક વ્યક્તિને પસંદ આવે અને બીજાને ન આવે
તો તેટલામાંથી પણ
રક્તની નદીઓ વહેતી થયેલી સાંભળી છે.
***
પુરૂષ ખોટે માર્ગે ઊતરી પડે એ તો
એનો સ્વભાવ છે,
પરંતુ કુશળતાપૂર્વક તેને સીધા રાહ પર મૂકવો
એ સ્ત્રીનું કર્તવ્ય છે.
***
એક સત્ય શું હજારો અસત્યો કરતાં
ઊચ્ચ સ્થાને નથી ?
***
વિવેકના અભાવનું પરિણામ
વિષમય આવે છે.
***
જે જ્યોત એક દિવસ
ઘરને દીપક બનાવી પ્રકાશિત કરે છે
તે જ જ્યોત કોક દિવસ
ઘરને આગ પણ લગાડી દે છે.
***
મોટા થવામાં મજા નથી,
થોડામાં સુખી થાવ.
***
દરેક દિવસને જીન્દગીનો આખરી દિવસ સમજો. 
આજનું કામ આવતીકાલ પર ન ટાળો.
***                
દીકરો માબાપને સ્વર્ગમાં લઇ જાય,પણ સ્વર્ગને ઘરે લઇ આવે એનું નામ દીકરી.
***
સુખમાં લીન ન બનો, 
દુ:ખમાં દીન ન બનો.
***
ક્રોધ એ સમજણનો શત્રુ છે.
***
જો તમે ક્રોધની એક ક્ષણ શાંત રહો
તો કેટલાયે વર્ષો સુધીના 
દુ:ખથી દૂર રહી શકો છો.
   - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
***
મિત્રતા એ ભગવાને આપેલી 
અણમોલ ભેટ છે.
***
મિત્રતા વગરનું જીવન એટલે કે 
સૂરજ વિનાનું આકાશ. 
***
આળસ એ જીવતા માણસની કબર છે.
***
પ્રબળ આત્મવિશ્વાસ જ 
મહાન કાર્યોનો જનક છે.
***
સ્ત્રી પુરૂષની સહચરી,
તેના ધર્મની રક્ષક,
તેની ગૃહલક્ષ્મી અને પુરૂષને 
દેવત્વ સુધી પહોંચાડનારી સાધિકા છે.
      -         ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
***
ધ્યેય વિનાનું જીવન 
સરનામા વિનાની ટપાલ જેવું છે.
        -         સ્વામિ આનંદ
***
સફળતા તમારો પરિચય 
દુનિયા સાથે કરાવે છે 
અને નિષ્ફળતા તમને 
દુનિયાનો પરિચય કરાવે છે.
***
આળસ એ જીવતા માણસની કબર છે.
***
આળસ એ ઇશ્વરે આપેલા 
હાથપગનું અપમાન છે.

***
તમારા દેશનું ભાવિ કેવું છે
એ જાણવું હોય તો તમારા કુમારોને મુખે
કેવી કાવ્યપંક્તિઓ રમે છે તે જાણી લો.
- એક રશિયન કહેવત
***
જેની ભાષામાં સભ્યતા હોય,
તેના જીવનમાં ભવ્યતા હોય.
***
આપણને ખ્યાલ હોય કે ના હોય 
પણ લોકો આપણું ચારિત્ર 
હમેશાં તપાસતા ફરે છે.
***
સફળતા એ લોન્ગ જમ્પ કે હાઇ જામ્પ નથી, 
પણ તે એક મેરાથોન છે.
***
જ્યારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થાતાં,બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશાં પેક્ષકો જ શોર મચાવતા હોય છે,રમતવીરો નહીં.
***
પરિવર્તનથી ડરશો તો પ્રગતિ કેવી રીતે કરશો ?
                       -સ્વામી વિવેકાનંદ
***
સમસ્યાનું કોઇ રહસ્ય નથી,તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઇચ્છે છે.
***
રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેમ બનાવવો ,તે કેળવણી મારફતે આપણે પહેલું શીખવાનું છે.
***
લાલસાનો ત્યાગ કરશો એટલે જગતભરની વિશાળ દોલત આપોઆપ હાથમાં આવી જશે.
***
મોટા થવામાં મઝા નથી,થોડામાં સુખી થાવ.
***
શબ્દોની પરંપરા ચાલતી હોય ત્યારે ચૂપ રહેવું સારું છે.
***
વિવેકના અભાવનું પરિણામ વિષમય હોય છે.
***
પસ્તાવો તો પ્રભુની દયા છે,
ગુનાથી ડરો,પસ્તાવાથી નહિ.
***
દોસ્ત યા દુશ્મન કોઇને પણ તમારા મનની સ્વતંત્રતા આપી દેશો નહિ.મનના દરવાજા સદા ખુલ્લા રાખવા.
***
તમે સાચા છો તો તેને સાબિત કરવાની જરૂર નથી એક દિવસ જગત આપોઆપ સ્વીકારશે.
***
શોધવા જ હોય તો તમારી
ચિંતા કરવાવાળાને શોધજો,
તમારો ઉપયોગ કરવાવાળા તો
તમને કોઇપણ રીતે શોધી લેશે.
***
ભૂલ એનાથી જ થાય છે જે સારા કામ કરે છે,
બાકી, કામ નહીં કરવાવાળા તો
ભૂલો જ શોધતા હોય છે.  
***
તમારા આત્માને ઘણાં બધાં બારણાં બનાવી દો, જેથી વિશ્વની બધી જ ભવ્યતા તેને સુંદર બનાવી શકે.
- એલા વ્હીલર વિલ્કોક્સ
***
ભૂલ કરવી એ મનુષ્ય છે, 
માફ કરવું એ દિવ્ય છે.
***
શ્રદ્ધા વિશ્વાસમાં રહે છે જ્યારે તે માને છે કે તે શક્તિની બહાર નથી.
- વોલ્ટેર

***
Go To કાવ્ય કોડિયાં >>>

સમયાંતરે સુવિચારો ઉમેરાતા રહેશે.મુલાકાત લેતા રહેશો.      

  

No comments: