Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

03 September 2015

કિસાન ઉપયોગી અરજીપત્રકોના નમૂનાઓ

    કિસાનભાઇઓ માટે રોજ-બરોજ ઉપયોગી રેવન્યુને લગતાં તેમજ અન્ય મહત્વનાં અરજીપત્રકો તેમજ તે માટે જરૂરી આધારો સાથેની માહિતી અહીં મૂકવામાં આવશે.જે અરજીપત્રક ડાઉનલોડ કરવું હોય તેના પર ક્લિક કરો
(અગત્યનું:પ્રધાનમંત્રી ફસલ વિમાના પ્રિમિયમની કપાત બારોબાર ન કરવા માટેની અરજી કેવી રીતે કરશો.માહિતી જાણવા અહીં ક્લિક કરો 1. ગામ તળ માટે જમીન નીમ કરવા બાબતનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો...
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૭૫ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ? - પ્રાંત અધિકારીશ્રીને પરિશિષ્ટ- ૧/૧ મુજબ અરજી કરવી
      જરૂરી આધારો:-
 • ગ્રામ પંચાયતના ઠરાવની નક્લ
 • ઘરથાળના પ્લોટની માંગણીદારોની વિગત દર્શાવતું પત્રક
 • આવકનું પ્રમાણપત્રક
 • ઘરવિહોણા ઇસમોને ઘરથાળના પ્લોટ મેળવવા માટેની અરજીઓ
 • સર્વે નંબરના ૭/૧૨ ના ઉતારા તથા ફેરફાર નોંધોની નકલો
 • પછાતવર્ગના કિસ્સામાં તમામ અરજદારના જાતિનાં પ્રમાણપત્ર
 • બી.પી.એલ. યાદીનાં નંબરની પ્રમાણિત નકલો
 • રેશનકાર્ડની નકલ
2. ખેડૂત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબતનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો...
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૫ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ? - મામલતદારશ્રીને પરિશિષ્ટ- ૧/૨૮ મુજબ અરજી કરવી
 • જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારનો રૂબરૂ જવાબ
 • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું
 • સોગંદનામું
 • જે જમીન ધારણ કરતા હોય તેનાં ગામના નમૂના નંબર ૭/૧૨ તથા નમૂના નંબર ૮/અ તથા નમૂના નંબર ૬ ની પ્રમાણિત નકલો
3. નાના / સિમાંત ખેડૂત હોવા અંગેનો દાખલો મેળવવા બાબતનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો...
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૫ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ? - મામલતદારશ્રીને પરિશિષ્ટ- ૧/૨૯ મુજબ અરજી કરવી
    જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારનો રૂબરૂ જવાબ
 • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું
 • સોગંદનામું
 • ધારણ કરેલ જમીનની વિગત દર્શાવતું પત્રક
 • ગામના નમૂના નંબર ૭/૧૨ તથા નમૂના નંબર ૮/અ તથા નમૂના નંબર ૬ ની પ્રમાણિત નકલો
 • સબરજીસ્ટારના ઉતારાની પ્રમાણિત નકલ
 • જે જમીન ખરીદવા માંગતા હોય તેના અદ્યતન નમૂના નંબર ૭/૧૨ તથા નમૂના નંબર ૮/અ તથા નમૂના નંબર ૬ ની પ્રમાણિત નકલો 
4.વ્યક્તિગત કિસ્સામાં સરકારી પડતર જમીનની માંગણી (ખેતી હેતુ માટે / લેન્ડ કચેરી દ્વારા) માટેનું અરજીફોર્મ અહીં ક્લિક કરો
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ? - જાહેરનામામાં જણાવેલ સમય મર્યાદામાં પ્રાંત અધિકારીશ્રીને પરિશિષ્ટ-૧/૭ મુજબ અરજી કરી શકાય.કોને અગ્રતાક્રમ આપવો તે ફોર્મની સૂચનાઓમાં દર્શાવેલ છે.
    જરૂરી પુરાવા - આધારો:-
 • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
 • અરજદારના કુટુંબની વિગતો.
 • અરજદારના રહેઠાણનો પુરાવો.
 • અરજદારની જાતિનો દાખલો.
 • એકસાલી ધોરણે જમીન ખેડી હોય તો તેની ૭/૧૨ ની નકલ.
 • ખેડૂત ખાતેદાર હોય તો ગામ નમૂના નંબર ૮-અ તથા ૭/૧૨ ની નકલો.
 • માજી સૈનિકના કિસ્સામાં નોકરીમાંથી નિવૃત્ત થયા અંગેના પુરાવા.
 • માજી સૈનિકના કિસ્સામાં સૈનિક કલ્યાણ કેન્દ્રનો દાખલો.
5. બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણીનું અરજીપત્રક અહીં ક્લિક કરો
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ?- જિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૮ મુજબ.
    જરૂરી પુરાવા - આધારો:-
 • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
 • બજાર કિંમત ભરવા અંગેની સંમતિ રૂ. ૨૦/- સ્ટેમ્પ પેપર ઉપર.
 • અરજદારનો જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • રહેઠાણનો પુરાવો.
 • પછાત વર્ગના કિસ્સામાં જાતિનો દાખલો.
 • ઝોનીંગ સર્ટિફિકેટ.
 • માંગણીવાળા જમીનની છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨ ની પ્રમાણિત નકલ / સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
 • માંગણીવાળા જમીનની ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલ.
 • હાલના રહેણાંકના મકાનના માલિકીના પુરાવા/ભાડે રહેતા હોય તો ભાડા કરાર, ભાડા ચિટ્ઠી.
6. બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત અપંગ અરજદારો માટે જ)નું અરજીપત્રક અહીં ક્લિક કરો
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ?- જિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૯ મુજબ
     જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારના કુટુંબની વિગતો.
 • બજાર કિંમત ભરવા અંગેની સંમતિ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.
 • સોગંદનામું.
 • સંબંધિત મામલતદારશ્રીનો વાર્ષિક આવકનો દાખલો.
 • અરજદારનો જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • રહેઠાણનો પુરાવો.
 • સીવીલ સર્જનનો અપંગ અંગેનો દાખલો.
 • સમાજ કલ્યાણ ખાતા તરફથી આપેલ ઓળખકાર્ડની પ્રમાણિત નકલ.
 • માંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
 • ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો
 • ઝોનીંગ સર્ટિફિકેટ
 • અરજદાર પોતાના નામે કોઈ મિલકત ધરાવતા હોય તો તેના પુરાવા
 • અરજદારનો ફોટોગ્રાફ
7. બીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ)નું અરજીપત્રક અહીં ક્લિક કરો
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ?- જિલ્લા કલેકટરશ્રીને પરિશિષ્ટ-૧/૧૦ મુજબ.
    જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારના કુટુંબની વિગતો.
 • બજાર કિંમત ભરવા અંગેની સંમતિને બાંહેધરી પત્ર રુ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.
 • ખાતાના વડાનો નોકરી સંબંધનો દાખલો.
 • નિયત નમુનાનું એફીડેવીટ.
 • અરજદારનો જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • રહેઠાણનો પુરાવો.
 • માંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ના ઉતારાની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
 • ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો
 • ઝોનીંગ સર્ટિફિકેટ
 • મુળ પગાર અંગેના પુરાવા અરજી જે માસમાં કરેલ હોય તે માસના
 • વતન અંગેનો પુરાવો
 • જો પત્ની/પતિ સરકારી નોકરી કરતા હોય તો ખાતાના વડાનો દાખલો, અરજી કર્યા તારીખનો પગારનો પુરાવો, મુળવતન અંગેનો પુરાવો.
 • સરકારી કર્મચારી પોતે/પત્ની/આશ્રિતના નામે મિલકત ધરાવતા હોય તો તેના પુરાવા.
 • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
8. બિનખેતીના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત માજી સૈનિકો માટે)નું અરજીપત્રક અહીં ક્લિક કરો  
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ?- જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૧ મુજબ.
      જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારના કુટુંબના સભ્યોની વિગતો.
 • બજાર કિંમત ભરવા અંગેની સમિતિ.
 • બજાર કિંમત ભરવા અંગેનું બાંહેધરીપત્ર રુ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર.
 • સંબંધિત મામલતદારશ્રીનો આવકનો દાખલો.
 • અરજદારનો જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • રહેઠાણનો પુરાવો.
 • ડીસ્ચાર્જ બુકની પ્રમાણિત નકલ.
 • માંગણીવાળી જમીનની છેલ્લા ૧ વર્ષની ૭/૧૨ ની નકલ/સીટી સર્વે વિસ્તારમાં માંગણી હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ.
 • ગા.ન.નં. ૬ની લાગુ પડતી નકલો.
 • નિવૃત્ત થયા અંગેના પુરાવા.
 • જિલ્લા સૈનિક કલ્યાણ કેન્દ્રનો દાખલો.
 • ઝોનીંગ સર્ટિફિકેટ.
 • ગુજરાતના વતની હોવા અંગેનો પુરા
9. ગામતળ અને સીમ તળના વાડા કાયમ કરવા બાબતનું અરજીપત્રક અહીં ક્લિક કરો
 •   નિકાલની સમય મર્યાદા - કુલ ૧૨૦ દિવસ
 •   ફી - ૨૦/- રૂપિયા
 •  કોને અરજી કરવી ? - જિલ્લા કલેકટરશ્રીને,  પરિશિષ્ટ-૧/૧૫ મુજબ.
     જરૂરી પુરાવા - આધારો:-
 • કબજા હક્કની રકમ ભરવા બાબતેનું સંમતિપત્રક.
 • અરજદારનો જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • ગામ નમૂના નં. ૭/૧૨, ૮/અ તથા ફેરફાર નોંધ નમુના નં.-૬ ની નકલો.
 • અરજદારના રહેઠાણના પુરાવા.
 • વાડાની જમીનનો ચતુ:સીમા સહ નકશો.
 • વાડા રજીસ્ટરે નોંધાવ્યાનો તલાટીશ્રીનો દાખલો.
 • અરજદારના બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ.
10. ખેતીની જમીનમાં / માલિકીની જગ્યામાં આવેલ લીલા ઝાડ કાપવાની મંજુરી બાબત (ખાનગી માલિકીની જમીનમાં) નું અરજીપત્રક અહીં ક્લિક કરો
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૧૫ દિવસ
 • ફી - ૨૦/- રૂપિયા
 • કોને અરજી કરવી ? - મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૧૭ મુજબ.
     જરૂરી પુરાવા - આધારો:-
 • અરજદારનો જવાબ.
 • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
 • સોગંદનામું.
 • જે જમીનમાંથી ઝાડ કાપવાની મંજુરી મેળવવાની હોય તેની ગામ ન.નં. ૭/૧૨ ની પ્રમાણિત નકલ.
 • ગામ ન.નં.૬ ની પ્રમાણિત નકલ.
 • ગામ ન.નં.૮-અ પ્રમાણિત નકલ. 
 • નકશો (તલાટી/સર્કલ ઓફિસર દ્વારા પ્રમાણિત)
11. જમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગેની જોગવાઈ અને અરજીપત્રક અહીં ક્લિક કરો 
નગરપાલિકા વિસ્તાર (૧) વેજલપુર (૨) ધોળકા (૩) વિરમગામ (૪) બારેજા, પરિશિષ્ટ-૧/૧૮ મુજબ
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૯૦ દિવસ.
 • ફી – રૂ. ૨૦/-
 • જરૂરી આધારો-પુરાવા-
 • નિયત નમુના મુજબનું સોગંદનામું.
 • બાંધકામ કરેલ હોય તો તે બદલ દંડ ભરવા અંગે સંમતિપત્રક.
 • સ્થળસ્થિતિ અંગેના ૪ ફોટોગ્રાફ તારીખ સાથેના અલગ અલગ ખૂણાથી લીધેલા.
 • બિનખેતીના ઉપયોગ માટે લેવાની જમીનનો ગામ ન.નં. - ૮/અ.
 • ગામ નમુના નં.-૬ ની ઉત્તરોતર નોંધોની નકલ.
 • ગામ નમુના નં. ૭/૧૨ ની નકલો.
 • પ્રિમિયમપાત્ર જમીન હોય તો, પ્રિમિયમ ભરાયાના આધાર તથા થયેલ હુકમની નકલ.
 • બોજો હોય તો તે કમી થયાનો આધાર.
 • ટી.પી. અંતર્ગત ક્ષેત્રફળ ફાળવ્યા અંગે "એફ" ફોર્મ -/ નગર રચના અધિકારીનો પત્ર.
 • ગુડા/ઔડા મ્યુનિસિપલએ આપેલ વિકાસ પરવાનગી/રજાચિઠ્ઠીની પ્રમાણિત નકલ.
 • જે હેતુ માટે ઉપયોગ કરવા માંગે છે તે હેતુ માટે ગુડા / મ્યુનિસિપલ પ્લાન મંજુર કરેલ હોય તો તે પ્લાનની નકલ.
 • શરતભંગ બદલ કોઈ કાર્યવાહી થયેલ છે? તેના આધાર/હુકમ.
 • કોર્ટ લીટીગેશન / અપીલ / રીવીઝનલ સંપાદન ચાલુ હોય તો તેના આધાર / હુકમ.
 • માંગણીવાળી જમીન રેલ્વે નજીકથી પસાર થતી હોય તો જમીનથી આશરે ૩૦ મીટર / ૧૦૦ ફુટની અંદર આવેલ હોય તો રેલ્વે સત્તાનું "ના વાંધા પ્રમાણપત્ર".
 • પેટ્રોલપંપ, ફ્લોર મીલ, સિનેમા-થિયેટર વગેરે જેવા કામો માટે લાયસન્સ.
 • ઈન્ડીયન એક્ષપ્લોઝીવ એક્ટ અન્વયે મેગેઝીન, હાયર વર્કસ, દારૂખાના વિ. ના બાંધકામ માટે જિલ્લા મેજીસ્ટ્રેટનું અધિકારીશ્રીએ આપેલ "ના વાંધા પ્રમાણપત્ર".
 • સવાલવાળી જમીન એરોડ્રામની હદથી નિયત ત્રિજ્યામાં આવતી હોય તો અરજી સાથે સિવિલ એવીએશન ખાતાના અધિકારીનું "ના વાંધા પ્રમાણપત્ર"ની નકલ.
 • ઔદ્યોગિક હેતુ માટે મંજુરી માંગેલ હોય તો ઉદ્યોગ અધિકારીશ્રીના "ના વાંધા પ્રમાણપત્ર" ની નકલ.
 • જે જમીન બિનખેતી કરવાની હોય તેની માપની ફી ભર્યાના ચલણની નકલ સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ રજુ કરવાની રહેશે.
12. ખેતીના હેતુ માટે ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ્ર.)ના નિયંત્રણો દુર કરવા બાબતનું અરજી ફોર્મ અહીં ક્લિક કરો

 • કોને અરજી કરવી- પ્રાંત અધિકારીશ્રીને, પરિશિષ્ટ - ૧/૧૯ મુજબ.
 • નિકાલની સમય મર્યાદા - કુલ ૬૦ દિવસ.
 • ફી- રૂ ૨૦/
 • જરૂરી આધાર-પુરાવાઓ-
 • સંબંધિત વિસ્તારમાં તલાટી કમ મંત્રી રૂબરૂ આપેલ જવાબ.
 • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
 • તલાટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ચેકલીસ્ટ.
 • ગામ નં. ૮-અ તથા ૭/૧૨ ની છેલ્લા ૧૫ વર્ષના પાણી પત્રકની નકલ.
 • ગામ ન.નં.-૬ ની તમામ નકલ.ગામે એકત્રીકરણ યોજના અમલમાં હોય તો એકત્રીકરણ તકતાની નકલ.
 • નકશાના ટ્રેસીંગની નકલ. 
અન્ય ઉપયોગી ફોર્મ ડાઉનલોડ કરો
૧. બોજો દાખલ / ગીરો દાખલની અરજીનો નમૂનો  અહીં ક્લિક કરો

૨. બોજો મુક્તી / ગીરો મુક્તીની અરજીનો
નમૂનો  અહીં ક્લિક કરો
 
૩. હક્ક કમી / સગીર પુખ્તની અરજીનો નમૂનો  અહીં ક્લિક કરો

૪. વહેચણીની અરજીનો
નમૂનો  અહીં ક્લિક કરો

૫. વારસાઈ / હયાતીમાં હક્ક દાખલ કરવાની અરજીનો
નમૂનો  અહીં ક્લિક કરો

૬. વેચાણ/વસિયત/ભેટ/સહભાગીદાર હક્ક દાખલ/સર્વે અદલ બદલની અરજીનો
નમૂનો  અહીં ક્લિક કરો

  *  વધુ ફોર્મ જોવા માટે અહીં ક્લિક કરો...

( આ વિભાગમાં એક પછી એક ઉપયોગી ફોર્મ મૂકાતાં રહેશે.તો આ પોસ્ટની મુલાકાત લેતા રહેશો અને આપને આ માહિતી કેવી લાગી તે અંગેના સૂચનો તેમજ અભિપ્રાયો આપતા રહેશો. આભાર. આપનો શુભેચ્છક  -હરિ પટેલ)

No comments: