RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગુજરાતી ધો-૧૦ (FL) પરિશિષ્ટ-૪

       ધોરણ (પ્રથમ ભાષા) ધોરણ - ૧૦ 
               સાહિત્યકાર અને ગ્રંથો
ક્રમ
સાહિત્યકાર
કવિ /લેખક
ગ્રંથો / કૃતિઓ
1
 નરસિંહ મહેતા
શામળશાનો વિવાહ, હાર, 
હૂંડી, મામેરું, શ્રાદ્ધ, ચાતુરીઓ, 
હિંડોળાનાં પદ, 
વસંતનાં પદ, 
કૃષ્ણલીલાનાં પદ
2
 વર્ષા અડાલજા
૧. નવલકથાઓ
અણસાર, ગાંઠ છૂટ્યાની વેળા, રેતપંખી, ખરી પડેલો ટહુકો, 
મારે પણ એક ઘર હોય, 
ક્રોસ રોડ
      ૨. વાર્તાસંગ્રહો
વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, 
, સાંજને ઉંબર
3
 ગંગાસતી
પ્રચલિત ભજનો
1. વીજળીને ચમકારે 2. મેરુ રે ડગે 3. શીલવંત સાધુને 4. ભક્તિ કરવી તેણે
4
 રઘુવીર ચૌધરી
૧. નવલકથાઓ
અમૃતા, લાગણી, ઉપરવાસ, સોમતીર્થ, વેણુવત્સલા, કથાત્રયી, ગોકુળ-મથુરા-દ્વારકા
             ૨. વાર્તાસંગ્રહો
આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણપ્રતિષ્ઠા
૩. નાટકો
અશોકવન, ઝૂલતા મિનારા, 
સિકંદર સાની
૪. એકાંકી
ડિમલાઅઈટ, ત્રીજો પુરૂષ

5
 અશોક ચાવડા બેદિલ
૧. ગઝલસંગ્રહો
પગલાં તળાવમાં, 
પગરવ તળાવમાં
૨. કવિતાસંગ્રહ
ડાળખીથી સાવ છૂટા
6
 ગુણવંત શાહ
૧. નિબંધસંગ્રહો
કાર્ડિયોગ્રામ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, 
વિચારોના વૃંદાવનમાં
૨. આત્મકથા
જાત ભણીની જાત્રા, 
બિલ્લો ટિલ્લો ટચ
૩. વ્યક્તિ-વિચાર-ચિંતનગ્રંથો
1.  ગાંધીનાં ચશ્માં,
2.  રામાયણ: માનવતાનું મહાકાવ્ય,
3. મહાભારત: માનવ સ્વભાવનું મહાકાવ્ય
7
 વિનોદ જોશી
૧. કાવ્યસંગ્રહો
ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુણ્ડિલતુણ્ડિકા
૨. વિવેચન ગ્રંથો
અભિપ્રેત, નિવેશ, સોનેટ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત
8
 રતીલાલ બોરીસાગર
૧. હાસ્યલેખો
મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, 
તિલક કરતાં ત્રેસઠ થયાં
૨. અન્ય
સંભવામિ યુગે યુગે (હાસ્યનવલ),
બાલવંદના (બાળસાહિત્ય)
9
 હરીન્દ્ર દવે
૧. કાવ્યસંગ્રહો
આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી
૨. નવલકથાઓ
અગનપંખી, પળનાં પ્રતિબિંબ, મુખવટો, માધવ કયાંય નથી, અનાગત, ગાંધીની કાવડ
10
મહેન્દ્રસિંહ પરમાર
1.  પ્રથમ (વિવેચનસંગ્રહ)
2. પોલિટેકનિક (વાર્તાસંગ્રહ)
3.  રખડુનો કાગળ (નિબંધસંગ્રહ)
11
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી
1. કલાપીનો કેકારવ
   (કાવ્યસંગ્રહ)
2. કાશ્મિરનો પ્રવાસ
  (પ્રવાસગ્રંથ)
12
ચંદ્રકાન્ત પંડ્યા
પ્રવાસગ્રંથો
બાનો ભીખું ભાગ-૧-૨, સુદામે દીઠી દ્વારેમતી (યુરોપ પ્રવાસ), ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ), વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)
13
જયંત પાઠક
૧. કાવ્યસંગ્રહો
મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય, 
ક્ષણોમાં જીવું છું (સમગ્ર કવિતાનો ગ્રંથ)
૨. વિવેચન ગ્રંથો
આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, 
કિમપિ દ્રવ્યમ્
૩.અન્ય
વનાંચલ (સ્મરણકથા)
14
સુરેશ જોશી
૧. નવલકથાઓ
છિન્નપત્ર, મરણોત્તર
૨. વાર્તાસંગ્રહ
ગૃહપ્રવેશ
૩. નિબંધસંગ્રહો
જનાન્તિકે, ઈદ્દમસર્વમ, 
ઈતિ મે મતિ
૪. વિવેચનસંગ્રહો
કિંચિત્, ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય
15
રાજેન્દ્ર શાહ
૧. કાવ્યસંગ્રહો
ધ્વનિ, આંદોલન, ઉદ્દગીતિ, 
શાંત કોલાહલ, મધ્યમા, 
વિષાદનો સાદ
૨. બાળકાવ્ય સંગ્રહો
મોરપીચ્છ, આંબે આવ્યા મોર
16
મોહનલાલ પટેલ
૧. લઘુકથાઓ
ઝાકળમાં સૂરજ ઉગે, પ્રત્યાલંબન
૨. નવલકથાઓ
બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, 
લાંછન
૩. અન્ય ગ્રંથો
1.  ગુડ મોર્નિંગ અમેરિકા (પ્રવાસ)
2. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ (અનુવાદ)
17
ગની દહીંવાલા
૧. ગઝલસંગ્રહો
ગાતાં ઝરણાં, મહેક, ગનીમત, મધુરપ, નિરાંત
૨. અન્ય ગ્રંથો
1. જશ્ને શહાદત (નૃત્યનાટિકા - હિન્દીમાં)
2. પહેલો માળ (ત્રિઅંકી નાટક)
18
પન્નાલાલ પટેલ
૧. નવલકથાઓ
મળેલા જીવ, માનવીની ભવાઇ, વળામણાં
૨. વાર્તાસંગ્રહો
સુખ દુ:ખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા
૩. નાટ્યસંગ્રહ
એળે નહિ તો બેળે

19
રાવજી પટેલ
અંગત (કાવ્યસંગ્રહ)
20
આત્માર્પિત અપૂર્વજી
સદ્દગુરૂ એકોઝ (માસિક્ના તંત્રી)
21
જવાહરલાલ નહેરુ
અંગ્રેજી ભાષાનાં પુસ્તકો
1.  ડિસ્કવરી ઓફ ઈન્ડિયા
2.  ગ્લિમ્પસિંસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી
3.  લેટર ફોમ એ ફાધર ઓફ હીઝ ડૉટર (પત્રસંગ્રહ)
22
જોરાવરસિંહ જાદવ
   લોકસાહિત્ય
મરદકસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા માટે, લોકજીવનનાં  મોતી
23
રઈશ મણિયાર
૧. નોંધપાત્ર કૃતિઓ
કાફિયા નગર, 
શબ્દ મારા સ્વભાવમાં જ નથી, નિહાળતો જા, 
બાળ ઉછેરની બારાખડી,
૨. વિવેચનગ્રંથો
ગઝલ રૂપ અને રંગ, 
ગઝલનું છંદોવિધાન, 
અસ્તિત્વ અને વ્યક્તિત્વ

24
બરકત વીરાણી બેફામ
૧. ગઝલસંગ્રહો
માનસર ઘટા, પ્યાસ
૨. નવલકથાઓ
રસ સુગંધ ભાગ-૧ અને ૨
૩. વાર્તાઓ
આગ અને અજવાળાં, 
જીવતા સૂર
25
મુરલી ઠાકુર
1. સફર અને બીજાં કાવ્યો (કાવ્યસંગ્રહ)
2.મેળો (બાળગીતો)
3. પ્રેમલ જ્યોત (વાર્તાઓ)
4. ગાંધિવાણી (અભ્યાસગ્રંથ)
26
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
1.  કિમપિ (કાવ્યો)
2.  અજાણ્યું સ્ટેશન (વાર્તાઓ)
3.  નામરૂપ (ચરિત્રનિબંધ)
4.  ચલ મન વાટે વાટે - ભાગ ૧ થી  ૪ (નિબંધિકાઓ)
5. ઋષિવાણી (અધ્યાત્મ-ચિંતન)
27
ઝવેરચંદ મેઘાણી
રઢિયાળી રાત
(લોકગીતસંગ્રહ)










































No comments: