RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

Software Download

વિવિધ પ્રકારનાં Software વિશે જાણો અને Download કરો...








     

            કમ્પ્યુટર માટેનાં ઉપયોગી સોફ્ટવેયર ઘણી બધી વેબસાઇટો પર ઉપલબ્ધ હોય છે.પરંતુ નીચે એવી વેબસાઇટો આપવામાં આવેલ છે જેના દ્વારા ઉપયોગી સોફ્ટવેયર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.આમાંના ઘણા સોફ્ટવેયર ફ્રી હોય છે.જેના દ્વારા આપણા કમ્પ્યુટરનાં જૂનાં સોફ્ટવેયરને અપડેટ કરી શકાય છે તેમજ જૂનાં-નવાં સોફ્ટવેયર પણ ડાઉનલોડ કરી શકાય છે.ઇન્ટરનેટ પર આવાં અનેક પ્રકારનાં સોફ્ટવેયરની વેબસાઇટો હોય છે.પરંતુ અહીં એવી વેબસાઇટો આપવામાં આવેલી છે કે જે તમામ પ્રકારનાં સોફ્ટવેયરની યાદી અને તેની વેબસાઇટો તેમજ તેને ડાઉનલોડ કરવાની સરળતા કરી આપે છે.આવો,આપણે આ બધા સોફ્ટવેયરની જાણકારી મેળવીએ કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આવાં સોફવેયર કેટલી પ્રકારનાં હોય છે ?

1. ફ્રીવેયર સોફ્ટવેયર- આ પ્રકારનાં સોફ્ટવેયર સંપૂર્ણ ફ્રી હોય છે.

2. બીટા સોફ્ટવેયર- આ પ્રકારનાં સોફ્ટવેયર યુઝર્સનાં ફીડબેક અને અભિપ્રાય લેવા માટે ફ્રી આપવામાં આવે છે.જેનાથી સોફ્ટવેયરની ખામીઓ જાણી શકાય અને તેમાં  સુધારા-વધારા કરી શકાય છે.

3. શેયર સોફ્ટવેયર- અમુક સમય મર્યાદા માટે ફ્રી હોય છે.સમય મર્યાદા પૂર્ણ થતાં સોફ્ટવેયર કામ કરતું બંધ થઇ જાય છે.જો ઇચ્છા હોય તો તેને ખરીદી શકાય છે.

4. ઓપન સોર્સ સોફ્ટવેયર- આ પ્રકારનાં સોફ્ટવેયર ફ્રી હોય છે અને તેનાં કોડમાં ફેરફાર કરી ઉપયોગમાં લઇ શકાય છે.

5. ટ્રાયલ સોફ્ટવેયર- થોડાક સમય માટે ફ્રી અપાય છે.આ પ્રકારનાં સોફ્ટવેયર ફક્ત ટ્રાયલ માટે અપાતાં હોઇ તેનાં બધાં ફીચર કામ કરતાં નથી પરંતુ અમુક ફીચર જ કામ કરે છે.ઉપયોગ કર્યા બાદ ઇચ્છા હોય તો ખરીદી શકાય છે.સમય મર્યાદા પૂર્ણ થયા પછી સોફ્ટવેયર કામ કરતું નથી.

આમ,ઇન્ટરનેટ પર અનેક પ્રકારનાં સોફ્ટવેયર જોવા મળે છે.તો આ રહી તેમાંની કેટલીક ઉપયોગી વેબસાઇટો:-


૧.  http://filehippo.com/

૨.  http://www.afterdawn.com/software/

3.  https://en.softonic.com/windows/downloading

૪. http://download.cnet.com/windows/

૫. http://www.freewarefiles.com/

સૂચન/અભિપ્રાય/કોમેન્ટ આવકાર્ય છે.  

No comments: