RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય । ગુજરાત સરકારની યોજનાઓ । વિવિધ યોજનાઓ । સમાજ કલ્યાણ યોજનાઓ ।

૭. વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના

૧. યોજનાનો ઉદ્દેશ :
વિકલાંગ સાધન સહાય યોજના વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં કેટલેક અંશે હળવાસ ઉભી કરવા તથા વિકલાંગોને રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
(૧) વિકલાંગ સાધન સહાય કોને મળે?  (પાત્રતા)
  • અરજદારની ઉંમર ૫ (પાંચ) વર્ષથી ૫૦ વર્ષની ઉંમર સુધીની વ્યકિતને મળવાપાત્ર.
  • ૪૦  % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યકિતને
  • દ્દષ્ટિહીન વ્યકિત તેમજ શ્રવણમંદ વ્યકિતને.
  • કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ગુજરાત રાજયના વતની હોવા જોઈએ.
  • વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતાં હોવા જોઈએ.
(૨) આર્થિક સાધન સહાય શું મળી શકે? (યોજનાના ફાયદા) 
  • (વિકલાંગ) વ્યકિતને કૃત્રિમ અવયવ માટે ધોડી, (બુટ) કેલીપસૅ, ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ, વ્હીલચેર.
  • સ્વરોજગારો માટે હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેના સાધનો, સુથારી, ઇલેક્ટ્રીક રિપેરીંગ, કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, ભરત ગુથણ મશીન, એમ્બ્રોડરી મશીન
  • શ્રવણમંદ વ્યકિત માટે હીયરીંગ એઈડ, તેમજ અન્ય સાધન સહાય.
  • દ્દષ્ટિહીન વ્યકિત માટે સંગીતના સાધનો.
  • ઉપરોકત આર્થિક સાધન સહાય રૂ.૫૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.
  • અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા કચેરીમાંથી વિનામુલ્યે મળે છે.
  • અરજદારે અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને રજુ કરવાનું રહેશે.
  • અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
 (૩) અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
  • ઉંમરનો પુરાવો.
  • વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.
  • સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
  • વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર
વિકલાંગ વ્યકિતને તેમની જરૂરીયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરતા જે તે નાણાકીય વર્ષમાં અરજી મંજુર કરવામાં આવે છે.મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને સોંપવામાં આવેલ છે
મુખ્ય પેજ પર પાછા જાઓ>>>
 

No comments: