ખેડૂતોની આવક બમણી કરવા
૧૦૧ સાફલ્ય ગાથા પુસ્તક
સૌજન્ય : કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર તથા આત્મા,ગુજરાત રાજ્ય,ગાંધીનગર
કૃષિ અને સહકાર વિભાગ,
ગુજરાત સરકાર તરફથી આત્મા ડાયરેકટોરેટ,ગાંધીનગર દ્વારા પ્રકાશિત “
ખેડૂતોની આવક બમણી કરવા ૧૦૧ સાફલ્ય ગાથા” નામનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે.જે ૨૨૮ પાનાનું છે.આ પુસ્તકમાં
જુદા-જુદા પાકો પકવતા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો અને ટેકનિકોની ગાથા આલેખવામાં આવી
છે.જે અન્ય ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે.આ અનુભવો અને તકનિકોનો ઉપયોગ
કરીને ખેડૂતો પોતે વાવતા પાકોમાં તેનો અમલ કરીને ખેતીની આવકમાં વધારો કરી શકે તેમ
છે.
આ પુસ્તકમાં મોટા ભાગના પાકો
અને ખેતી ઉપયોગી ઓજારોની સુંદર માહિતી આપેલ છે.જેમાં ધાન્ય પાકો, તેલિબીયાં પાકો,કપાસ,શેરડી
જેવા રોકડીયા પાકો,શાકભાજીના
પાકો,ફૂલ-ફળના પાકો પકવતા
પ્રગતિશીલ ખેડૂતોનાં અનુભવો વર્ણવેલાં છે.સાથે ગ્રીન હાઉસ / નેટ હાઉસ,મધમાખી ઉછેર,સજીવ ખેતી,સજીવ ખાતર અને વર્મી કમ્પોસ્ટ,પશુપાલન, મરઘાં પાલન,મત્સ્ય પાલન અને મોતી ઉત્પાદન, મૂલ્ય વૃધ્ધિ ,પેકિંગ અને વેચાણ, સૂક્ષ્મ પિયત અને વૈજ્ઞાનિક ખેતી, કૃષિયાંત્રીકરણ તેમજ નવીન ખેત ઓજારોની સુંદર
માહિતી આપેલ છે.અનુભવોના નિચોડવાળું આ પુસ્તક ખેડૂતભાઇઓ માટે એક ઉત્તમ માર્ગદર્શક
અને મિત્ર બની શકે તેમ છે.આ પુસ્તકનો મોટા ભાગના ખેડૂતો ફ્રી ઉપયોગ કરી શકે તે
માટે ગુજરાત સરકારે તેની pdf ફાઇલ
સ્વરૂપે https://atma.gujarat.gov.in
તથા https://agri.gujarat.gov.in પર
મૂકવામાં આવેલ છે.જો આ પુસ્તક્ને ગ્રામ પંચાયત, દૂધ મંડળી કે ગામની પ્રાથમિક શાળા કે કોઇ ગામના
વિદ્યાર્થીના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને ખેડૂતો સુધી લઇ જવામાં આવે અથવા તેનું
ખેડૂતો વચ્ચે વાંચન કરવામાં આવે તો ખેડૂતોને સારો લાભ મળી શકે તેમ છે.આ પુસ્તક
જોવા કે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
No comments:
Post a Comment