તમારા ગામની મતદાર યાદી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
એક નવી સાઇટ
ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.
ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે.
Electoral Roll - Gujarat State
District
|
5-Sabarkantha
|
Assembly
|
33-Prantij
|
Captcha
|
VHUT8
|
VHUT8
|
1. પ્રથમ જિલ્લા (District) ના સામેના ખાનામાં તમે જે જિલ્લાની મતદાર યાદી ડાઉનલોડ કરવા માંગતા હો તે જિલ્લો (Select) પસંદ કરો. દા.ત. અહીં 5-Sabarkantha પસંદ કરેલ છે.
2. ત્યારબાદ Assembly (વિધાનસભા)
સામેના ખાનામાં
વિધાનસભાનો વિભાગ Select કરવાનો
રહેશે.દા.ત. અહીં 33-Prantij વિધાનસભાનો
વિભાગ પસંદ કરેલ છે.
3. તમારા ગામની કે બૂથની મતદાર
યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી
અંકો અને અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ અક્ષરો
અને અંકો કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
4. આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો)
ની નીચેના કોલમ અનુસારની યાદી (લીસ્ટ) જોવા મળશે.તે
લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા
માંગતા હો ત્યાં જાઓ.
Polling Station | Polling Area | Draft Roll-2018 | Sup Roll-2018 |
277 -Aniyod-1 | Thakorwas, Patelwas, Darjiwas, Patelwas-Prajapatiwas, Manthirawas, Moto Was- Thakorwas | Show | Show |
ઉપરની કોલમો મુજબ જોઇએ તો Polling Station ના પ્રથમ ખાનામાં તમારું ગામ અને બુથોની યાદી જોવા મળશે. દા.ત. અહીં હું આ ખાનામાં મારા ગામ 277 - Aniyod-1 ની યાદી પર પહોંંચી ગયો છું. વચ્ચેના Polling Area ના બીજા ખાનામાં જે તે બુથની યાદીમાં કયા ક્યા વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. તે દર્શાવેલ છે.ત્યારબાદ Draft Roll ના ત્રીજા ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી આપણે પસંદ કરેલ જે તે ગામ કે બૂથના તમામ મતદરોની યાદી (pdf) પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.જ્યારે છેલ્લા Sup Roll ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી પસંદ કરેલ જે તે ગામ કે બૂથની સુધારા-વધારાની યાદી ડાઉનલોડ થાય છે.
આભાર. આપનો શુભેચ્છક,
- હરિ પટેલ
અભિપ્રાયો | કોમેન્ટ આવકાર્ય
No comments:
Post a Comment