RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

ગામની મતદાર યાદી ડાઉનલોડ કરો


તમારા ગામની મતદાર યાદી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.
આ લિંક પર ક્લિક કરો- Electoral Roll - Gujarat State

ઉપરની લિંક પર ક્લિક કરવાથી  એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે.
  Electoral  Roll - Gujarat State 

District
5-Sabarkantha     
Assembly
33-Prantij           

Captcha
VHUT8
VHUT8            


1. પ્રથમ  જિલ્લા (District) ના સામેના ખાનામાં તમે જે જિલ્લાની મતદાર યાદી ડાઉનલોડ કરવા માંગતા હો તે જિલ્લો (Select) પસંદ કરો. દા.ત. અહીં 5-Sabarkantha  પસંદ કરેલ છે.
2. ત્યારબાદ  Assembly (વિધાનસભા)  સામેના ખાનામાં વિધાનસભાનો વિભાગ Select કરવાનો રહેશે.દા.ત. અહીં 33-Prantij વિધાનસભાનો વિભાગ પસંદ કરેલ છે. 
3. તમારા ગામની કે બૂથની મતદાર યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી અંકો અને  અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ  અક્ષરો અને અંકો  કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
4. આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો) ની નીચેના કોલમ અનુસારની  યાદી  (લીસ્ટ) જોવા મળશે.તે લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા માંગતા હો ત્યાં જાઓ.
Polling Station Polling Area Draft Roll-2018 Sup Roll-2018
277 -Aniyod-1 Thakorwas, Patelwas, Darjiwas, Patelwas-Prajapatiwas, Manthirawas, Moto Was- Thakorwas Show Show

 ઉપરની કોલમો મુજબ જોઇએ તો Polling Station ના પ્રથમ ખાનામાં તમારું ગામ અને બુથોની યાદી જોવા મળશે. દા.ત. અહીં હું આ ખાનામાં મારા ગામ 277 - Aniyod-1 ની યાદી પર પહોંંચી ગયો છું. વચ્ચેના  Polling Area  ના બીજા ખાનામાં જે તે બુથની યાદીમાં કયા ક્યા વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. તે દર્શાવેલ છે.ત્યારબાદ  Draft Roll  ના ત્રીજા ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી આપણે પસંદ કરેલ જે તે ગામ કે બૂથના તમામ મતદરોની યાદી (pdf) પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.જ્યારે છેલ્લા Sup Roll ખાનાની નીચે આવેલા Show પર ક્લિક કરવાથી પસંદ કરેલ જે તે ગામ કે બૂથની સુધારા-વધારાની યાદી ડાઉનલોડ થાય છે.
આભાર. આપનો શુભેચ્છક,
  - હરિ પટેલ
અભિપ્રાયો | કોમેન્ટ આવકાર્ય

No comments: