ગુજરાતી (પ્રથમ ભાષા) ધોરણ-10 ના પાઠ્યપુસ્તકમાં આવેલા વિરુદ્ધાર્થી શબ્દો વિશે જાણો. (વર્ષ : 2019-20 જૂનના સત્રથી નવા પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ)
નોંધ:- વિભાગ C વ્યાકરણ વિભાગમાં હેતુલક્ષી પ્રકારનો 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે.જેનો ઉત્તર જવાબવહીમાં લખવાનો રહેશે.
દા.ત.
પ્રશ્ન : નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
સુગંધ
ઉત્તર: સુગંધ x દુર્ગંધ
નોંધ:- વિભાગ C વ્યાકરણ વિભાગમાં હેતુલક્ષી પ્રકારનો 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે.જેનો ઉત્તર જવાબવહીમાં લખવાનો રહેશે.
દા.ત.
પ્રશ્ન : નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
સુગંધ
ઉત્તર: સુગંધ x દુર્ગંધ
1. વૈષ્ણવજન
અભિમાન x નિરાભિમાન
અસત્ય x સત્ય
ઉપકાર x અપકાર
કપટ x નિષ્કપટ
જનની x જનક
વણલોભી x લોભી
2. રેસનો ઘોડો
અંધકાર x ઉજાસ,પ્રકાશ
ઉદાસ x ઉલ્લાસ
ઊંચું x નીચું
ધ્યાન x બેધ્યાન
નિર્દોષ x દોષિત
પસંદ x નાપસંદ
શરૂઆત x અંત
3. શીલવંત સાધુને
નિર્મળ x મલિન
પરમાર્થ x સ્વાર્થ
પ્રીત x દ્વેષ
વર્તમાન x ભૂતકાળ
વિશ્વાસ x અવિશ્વાસ
વ્યવહાર x દુર્વ્યવહાર
મિત્ર x શત્રુ
4. ભૂલી ગયા પછી
અશક્ય x શક્ય
આશીર્વાદ x શાપ
કાયર x નીડર
ખડતલ x નાજુક
પ્રશંસા x નિંદા
મહેમાન x યજમાન
શિખર x તળેટી
સાહસ x દુ:સાહસ
5. દીકરી
ભીનું x સૂકું
શરમ x બેશરમ
સમજ x નાસમજ,ગેરસમજ
સૂર x બેસૂર
સ્નેહ x ધૃણા,નફરત,તિરસ્કાર
સ્વર્ગ x નર્ક
6. વાઇરલ ઇન્ફેકશન
અપરાધ x નિરપરાધ
અહંકાર x નિરહંકાર
અસહ્ય x સહ્ય
ઈરાદો x બદઈરાદો
ગંદકી x સ્વચ્છતા
ગંદુ x સ્વચ્છ
માંદું x સાજું
સહેલું x અઘરું
સંમતી x અસંમતી
સ્વચ્છ x અસ્વચ્છ,ગંદુ
સ્વસ્થ x અસ્વસ્થ
સ્વીકાર x અસ્વીકાર
હિંસક x અહિંસક
7. હું એવો ગુજરાતી
આશિષ x અભિશાપ
ધવલ x શ્યામ
શૂર x કાયર
સુધા x વિષ
8. છત્રી
ઉધાર x જમા
ઉપાય x નિરુપાય
ટકાઉ x તકલાદી
પહેલો x છેલ્લો
પ્રશ્ન x ઉત્તર
પોતાના x પારકા
વ્યવહારું x અવ્યવહારું
સજ્જન x દુર્જન
9. માધવને દીઠો છે ક્યાંય ?
અવળું x સવળું
આગળ x પાછળ
ઉજાસ x અંધકાર
મૂગું x વાચાળ, બોલકું
સાંજ x સવાર
10. ડાંગવનો અને...
અગાઉ x પછી
અસમર્થ x સમર્થ
જીવંત x મૃત
દુર્ગંધ x સુગંધ
નજીક x દૂર
પ્રત્યક્ષ x પરોક્ષ
સૂર્યાસ્ત x સૂર્યોદય
સ્મિત x રુદન
11. શિકારીને
આર્દ્ર x શુષ્ક
આર્દ્રતા x શુષ્કતા
ઉપયોગી x નિરુપયોગી
કોમળ x કઠોળ
ભલું x ભૂંડું, બૂરું
સ્થૂળ x સૂક્ષ્મ
સંહાર x સર્જન
12. ચોપડાની ઈન્દ્રજાળ
અજ્ઞાની x જ્ઞાની
ઉદાર x કંજૂસ
ઉપજાઉ x બિનઉપજાઉ
ગરીબાઇ x શ્રીમંતાઇ,અમીરાઇ
લેણદાર x દેણદાર
પ્રામાણિક x અપ્રામાણિક
વફાદારી x બેવફાઇ
શાહુકાર x ગરીબ, દરિદ્ર
શુદ્ધ x અશુદ્ધ
સોંઘારત x મોંઘારત
13. વતનથી વિદાય થતાં
નિશ્ચિંત x અનિશ્ચિંત
ભૂત x ભવિષ્ય
14. જન્મોત્સવ
આનંદ x શોક
જન્મ x મરણ,મૃત્યુ
તેજ x નિસ્તેજ, તેજહીન
રૂદન x હાસ્ય
સવાર x સાંજ
15. બોલીએ ના કાંઇ
અંધારું x અજવાળું
જલન x ઠંડક
ધૂપ x છાયા
શીતલ x ઉષ્ણ
16. ગતિભંગ
ઉપર x નીચે
ગતિ x સ્થગિત
17. દિવસો જુદાઇના જાય છે
ઉન્નતિ x અવનતિ
કૃપા x અવકૃપા
જુદાઇ x મિલન
દિવસ x રાત
ધરા x ગગન
રંક x રાય, ધનવાન
સંમતી x અસંમતી
સ્વજન xપરજન
18. ભૂખથીય ભૂંડી ભીખ
દરિદ્ર x શ્રીમંત, અમીર
ધરતી x આકાશ, નભ
મીઠાશ x કડવાશ
સદ્દભાગ્ય x દુર્ભાગ્ય
સમજણ x ગેરસમજણ
સવાલ x જવાબ
સહ્ય x અસહ્ય
સુંવાળું x બરછટ ,ખરબચડું
19. એક બપોરે
છાંયો x તડકો
સમાન x અસમાન
સ્વહિત x પરહિત
20. વિરલ વિભૂતિ
અપકાર x ઉપકાર
ધર્મ x અધર્મ
નુકસાન x નફો, ફાયદો
નિવૃત્ત x પ્રવૃત્ત
નીતિ x અનીતિ
પરહિત x સ્વહિત
પરિચિત x અપરિચિત
બાળપણ x ઘડપણ
મૂલ્યવાન x અમૂલ્યવાન
સતેજ x નિસ્તેજ
સંસ્કાર x કુસંસ્કાર
21. ચાંદલિયો
પૂનમ x અમાસ
22. હિમાલયમાં એક સાહસ
અપંગ x સ્વાંગ
દૃશ્ય x અદૃશ્ય
પ્રસન્ન x ઉદાસ
ભવ્ય x સામાન્ય
વિશાળ x સમુચિત
સુરક્ષિત x અસુરક્ષિત
23. દુહા,મુક્તક અને હાઇકુ
આદર x અનાદર
કઠિન x સરળ
દુર્લભ x સુલભ
સફળતા x નિષ્ફળતા
હાર x જીત
24. ઘોડીની સ્વામીભક્તિ
અસલ x નકલ
ઊભા x બેઠા
સ્વામી x સેવક
અમર x નશ્વર
No comments:
Post a Comment