RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

20 March 2017

ભેંસોનો આદર્શ તબેલો (પ્રેરણાનાં પુષ્પો)


વેપારીઓ પણ ટૂંકા પડેઃ 2 લાખનું રોકાણ, 15 લાખની કમાણી

  • ગુજરાતનો મોર્ડન અને સૌથી મોટો તબેલો (વર્ષ-૨૦૧૩)
  • જાફરાબાદી, બન્ની, મહેસાણી, બનાસ સહિત 250 ભેંસો
  • રોજનું 1300થી 1400 લીટર દૂધ, મહિને 40,000 લીટર
  • મહિનાની આવક 15,00,000 રૂપિયા
  • નાબાર્ડ તરફથી સબસિડી કે રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય મળી નથી
          આજના યુગમાં બધાને પૈસા કમાવા છે. પણ મહેનત કરવી ગમતી નથી. અને કદાચ એટલે જ પશુપાલન વ્યવસાય તરફ ધીરે ધીરે ઉદાસીનતા જોવા મળી રહી છે. પણ સુરત જિલ્લાના પશુપાલકોએ પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક નથી તેવું સાબિત કરી દીધું છે. બારેમાસ મહેનત કરવી પડતી હોવાથી ખેડૂતો તેમજ પશુપાલકો અનેક વખત આ વ્યવસાય કંટાળીને છોડી દેતા હોય છે.

આ બધું આપણે બાજુમાં રાખી દઈએ અને સુરત જિલ્લાના ગામના એક તબેલાની વાત કરીએ. સુરત નજીકના એક ગામનો આ કિસ્સો વાંચીને તમારી આંખો પહોળી થઈ જશે. સુરતથી 33 કિમોમીટર દૂર આવેલા ઉમરાછી ગામમાં રહેતા દોલતસિંહ રામસિંહ સોલંકી અને તેમના પુત્ર ધવલ સિંહે સાબિત કરી બતાવ્યું છે કે પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક નથી.
મૂળ ખેતીનો વ્યવસાય, પરંતુ ઘરનું દૂધ ખાવા મળે એ માટે 10 વર્ષ પહેલા સાતેક ભેંસ રાખતા. અત્યારે આ પરિવાર 250 ભેંસો એટલે કે કરોડો રૂપિયાના માલિક છે. સાત ભેંસના દૂધના વેચાણ બાદ દોલતસિંહને આ ક્ષેત્રમાં પૈસા દેખાયા હતાં, આથી તેમણે ભેંસો ખરીદવાની શરૂઆત કરી હતી. દોલતસિંહ પાસે ચાર વર્ષ પહેલા સાત ભેંસો હતી જેની કિંમત બે લાખ જેવી હતી.

દોલતસિંહે પાછું જોયા વગર એક પછી એક ભેંસો ખરીદવાનું શરૂ કરી દીધું અને આજે તેમની પાસે જ્યાં આપણી નજર પહોંચી શકે ત્યાં સુધીનો લાંબો એટલે કે સાડા ત્રણસો ફૂટ લંબાઈ અને 100 ફૂટ પહોળાઈનો મહાકાય તબેલો છે. જેમાં અત્યારે 250 કરતાં પણ વધારે ભેંસો છે. નોંધનીય છે કે મજૂર તથા ઘાસચારાની તંગીને કારણે ગામડાઓમાં દૂધનો ધંધો ક્રમશ ઘટી રહ્યો છે.

દોલતસિંહ ભેંસની પસંદગી જાતે જ કરે છે

દોલતસિંહ ભેંસની પસંદગી જાતે જ કરે છે. આજની તારીખે તેમની પાસે 125 જાફરાબાદી, 40થી 50 થરાદની, 40 બની અને 25 મહેસાણી ભેંસ છે. આ ઉપરાંત 10 ગીરની ગાયો પણ છે. જે રોજનું સરેરાશ 1300થી 1400 લિટર દૂધ આપે છે તે મુજબ મહિનાનું 40,000 હજાર લિટર દૂધ થાય છે.

દૂધની કમાણીનો હિસાબ લગાવીએ તો મહિનાની તેમની આવક 14થી 15 લાખ રૂપિયા છે. દોલતસિંહ કહે છે કે બીજી કોઈ નોકરી કે વ્યવસાય કરતાં તબેલાનો વ્યવસાય વધારે કમાણી આપનારો છે. આ વ્યવસાયમાં 35 ટકા ચોખ્ખો નફો છે. દોલતસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અમારો આ મોર્ડન તબેલો છે. આ તબેલામાં 15 યુલગ કામ કરી રહ્યાં છે. અને અમે 13 ભેંસોની સંભાળ માટે એક યુગલ મૂકેલું છે.

ગુજરાતમાં માલધારીઓ તબેલો ચલાવતા હોય છે, તેઓનો આ મુખ્ય વ્યવસાય છે. ગુજરાતમાં નાના-નાના તબેલા તો જોયા હશે પરંતુ જો આ તબેલામાં એક હજાર ભેંસો થઈ જશે તો ગુજરાતનો સૌથી મોટો તબેલો બની જશે. અને સૌથી વધારે દૂધ ઉત્પાદનનું કેન્દ્ર બની જશે. એક હજાર જેટલી ભેંસોનો તબેલો અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય નથી આવું દોલતસિંહે જણાવ્યું હતું.

દોલતસિંહના MBA-BE થયેલા પુત્રએ 30 હજારની નોકરી ઠુકરાવી

દોલતસિંહનો પુત્ર ધવલ સિંહ ટેક્સટાઈલમાં એમબીએ-બીઈની ડીગ્રી ધરાવે છે. મહિને 25થી 30 હજાર રૂપિયા કમાતો ટેક્સટાઇલ એન્જિનયર ધવલે આ નોકરી છોડીને પિતાનો વ્યવસાય સંભાળી લીધો છે અને બે મહિના બાદ 250 ભેંસોમાંથી 1000 ભેંસોનો એક કરોડના ખર્ચે મહાકાય તબેલો બનાવશે અને અત્યારે તબેલાનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મોર્ડન તબેલમાં CCTV કેમેરા લગાવવામાં આવશે અને દર અઠવાડિયે ભેંસોનું મેડિકલ ચેક-અપ પણ કરવામાં આવશે. દોલતસિંહ પાસે કુલ 20 વિઘા જમીન છે જેમાંથી બે વિઘા જેટલી જમીનમાં આ તબેલો ફેલાયેલો છે. જ્યારે આ તબેલાનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે સૂમુલ ડેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ તબેલો જોઈને અધિકારીઓ પણ ખુશ થઈ ગયા હતાં અને દોલતસિહંને અભિનંદન આપ્યાં હતાં.

ભેંસોને શું ખવડાવવામાં આવે છે?

આ ભેંસોને કપાસિયા(પાપડી), ખોળ અને મકાઈનું ભુસું ખવડાવવામાં આવે છે. આ તબેલામાં પાણીની ભરપૂર વ્યવસ્થા છે આ તબેલાની રચના પણ મોર્ડન રીતે કરવામાં આવી છે. આ તમામ ભેંસોને આયર્ન અને કેલ્શિયમની દવા આપવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે તમામ ભેંસોનું દર અઠવાડિયે ચેક-અપ કરવામાં આવે છે જેનાથી કોઈ પણ જાતની બીમારી પણ આવી ન શકે.

રાજ્ય સરકાર અને નાબાર્ડ તરફથી કોઈ સહાય નહીં

નોંધનીય છે કે આ તબેલાને ગુજરાતનો મોર્ડન તબેલો કહેવામાં આવે છે પરંતુ સરકાર કે નાબાર્ડ દ્વારા તેને કોઈ પણ પ્રકારની સહાય આવામાં આવી નથી. જોકે સૂમૂલ આ તબેલાને સહાય કરે છે.

તબેલાની આવક સાંભળીને આંખો થઈ જશે પહોળી
 

કોઈ ડૉકટર કે એન્જીનીયરની પણ આવક નહીં હોય એટલી આવક તબેલામાંથી મળશે. આ તબેલામાં 250 ભેંસોનું રોજનું 1400 લિટર દૂધ થાય છે એટલે મહિને 40 હજાર લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને એક લિટર દૂધના ભાવ 35થી 40 ગણવામાં આવે તો મહિને 14થી 15 લાખ રૂપિયાનું દૂધ થાય છે. સૌથી મોટા ગ્રાહક એવા સૂમૂલ ડેરીમાં સૌથી વધારે દૂધ જમા કરાવે છે.

No comments: