(ટૂંક સમયમાં આ e-Book અહીં મૂકાશે.તેની pdf file પણ મૂકાશે.આ પુસ્તકના કેટલાક અંશો આ પોસ્ટની નીચે મૂકેલા છે.મુલાકાત લેતા રહેશો - હરિ પટેલ)
ભારતના બંધારણ વિશેની માહિતી
(2) ભારતનું બંધારણ -બુક (એપ્રિલ-2001) pdf
ફાઈલ પેઇઝ -290 અહીં ક્લિક કરો
(3) "भारत का संविधान" हिन्दी भाषा में पूरी बुक
ऑनलाइन पढ़िए અહીં ક્લિક કરો...
(4) CONSTITUTION OF INDIA IN ENGLISH (3.9 MB pdf File- Page-291 ) CLICK HERE
(5) ભારતીય સંવિધાન (બંધારણ) Most IMP 100 Questions (pdf) 107KB અહીં ક્લિક કરો
ભારતનું સંવિધાન
આછેરો પરિચય
- હરિભાઇ પટેલ(બ્લોગર)
haridpatel.blogspot.com
1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-
* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય
(માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં
વહેંચાયેલું છે.
* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ
બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)
* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો)
છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)
* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ
મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.
* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના
અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે
ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી)
પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ.
રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા
ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના
પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર
2.
અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી
સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય
તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ
સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.
* બંધારણ સભાની બેઠકો 166 દિવસ ચાલી.
* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે
બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ
રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.
* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને
પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
haridpatel.blogspot.com
2. ભારતના
બંધારણની વિશેષતાઓ-
* ભારતનું બંધારણ લખિત હોવાથી તેને ‘દસ્તાવેજી બંધારણ’ કહે છે.
* ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ
છે.
* બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
* પરિવર્તનશીલ બંધારણ છે.
* સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
* બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય
તરીકે જાહેર કરે છે.
* પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક
વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
* સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ
વહીવટ કરી શકે છે.
* ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ
માટે પણ ચૂંટણી થાય છે.
* દ્વિગૃહી ધારાસભા છે.
* એકજ નાગરિકતાની જોગવાઇ છે.
* સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
* ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક
રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
* બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો
દર્શાવેલી છે.
haridpatel.blogspot.com
3. ભારતના
બંધારણનું આમુખ-
* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.
* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
* ઇ. 1976 માં 42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા
જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
* ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.
3. ભારતના
બંધારણ (સંવિધાન) ના મહત્વના અનુચ્છેદો
(કલમો) ની ભાગવાર ટૂંકમાં માહિતી-
ભાગ-1 સંઘ
અને તેનું રાજ્યક્ષેત્ર
અનુચ્છેદ-01
|
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો
સંઘ રહેશે.
|
અનુચ્છેદ-02
|
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
|
અનુચ્છેદ-03
|
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના
વિસ્તારો,સીમાઓ
કે નામોમાં ફેરફાર કરવા.
|
haridpatel.blogspot.com
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.
haridpatel.blogspot.com
અનુચ્છેદ-05
|
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં
વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં
જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.
|
અનુચ્છેદ-06
|
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની
નાગરિકતા અંગે.
|
અનુચ્છેદ-07
|
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની
નાગરિકતા અંગે.
|
ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો)
અનુચ્છેદ- 12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અંગેના છે.
મૂળભૂત હક્કો છ છે.
અનુચ્છેદ-14 થી18
|
(1) સમાનતાનો હક-
|
અનુચ્છેદ-19 થી 22
|
(2) સ્વતંત્રતાનો હક
|
અનુચ્છેદ-23 થી 24
|
(3) શોષણ સામેનો હક
|
અનુચ્છેદ-25 થી 28
|
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
|
અનુચ્છેદ-29 થી 30
|
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
|
અનુચ્છેદ-32
|
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)
|
haridpatel.blogspot.com
ભાગ-3 મૂળભૂત
હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની
માહિતી-
અનુચ્છેદ-14
|
કાયદાની નજરે બધા નાગરિકો સમાન
|
અનુચ્છેદ-15
|
ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી
શકાય.(જાહેર હોટલો,મનોરંજનના
સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક
સ્થળોમાં પ્રવેશ.)
|
અનુચ્છેદ-16
|
જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
|
અનુચ્છેદ-17
|
અસ્પૃશ્યતા નાબૂદી.
|
અનુચ્છેદ-20
|
અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ
વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.
|
અનુચ્છેદ-21
|
જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન
જીવી શકે.
|
અનુચ્છેદ-21
(ક)
|
શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને
મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)
|
અનુચ્છેદ-22
|
ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર
મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.
|
અનુચ્છેદ-23
|
મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
|
અનુચ્છેદ-24
|
કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે
પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
|
અનુચ્છેદ-29
|
લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને
જાળવી રાખવાનો હક)
|
અનુચ્છેદ-30
|
ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ
સ્થાપવાનો હક.
|
અનુચ્છેદ-31
|
મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ
છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)
|
haridpatel.blogspot.com
( આ માહિતી અપડેટ થતી રહેશે. આપ જરૂરથી મુલાકાત લેતા રહેશો. આ માહિતી વિષે આપની કોમેન્ટ / અભિપ્રાય આવકાર્ય છે.મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ )
No comments:
Post a Comment