RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

09 September 2015

ખેડૂત ઉપયોગી સામયિકો

  આ વિભાગમાં ખેડૂતોને ઉપયોગી કેટલાંક  ઓનલાઇન સામયિકોની યાદી મૂકવામાં આવશે. 


૧. કૃષિજીવન - આ ખેતીલક્ષી સામયિક જીપીએસએફસી લિ. વડોદરા તરફથી દર મહિને નિયમિતરીતે   પ્રસિદ્ધ થાય છે. જેનું વાર્ષિક લવાજમ ૫૦/- રૂપિયા ,ત્રણ વર્ષનું લવાજમ ૧૨૦/- રૂપિયા અને પંદર વર્ષનું લવાજમ એકસાથે ભરો તો ૪૫૦/- રુપિયા છે. આ અંકો તમારા સરનામા પર પોસ્ટ દ્વારા દર મહિને મળતા રહે છે.આ સામયિકનું લવાજમ તામારા વિસ્તારમાં આવેલાં જીપીએસએફસીનાં તમામ કૃષિ માહિતી કેન્દ્રો / ડેપોમાં રોકડેથી અથવા મનીઓર્ડર દ્વારા સીધું નીચે દર્શાવેલ કાર્યાલયને મોકલી શકાય છે.અને જો તમારે કોઇપણ જાતના લવાજમ સિવાય અંકો મેળવવા હોય અને વાંચવા હોય તો દર મહિને પ્રસિદ્ધ થતા અંકો એક ક્લિક કરીને ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. 


કૃષિજીવનનું કાર્યાલય (સરનામું) 
તંત્રી, કૃષિજીવન,
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિ.,
કૃષિ વિકાસ અને કૃષિ સેવા વિભાગ,
મુ.પો. ફર્ટિલાઇઝરનગર, જિ. વડોદરા,
પીનકોડ-૩૯૧૭૫૦
કૃષિજીવન વિશે કોઇ માહિતીની જરૂર હોય તો ફોન નંબર- ૦૨૬૫ ૩૦૯૨૬૫૩

કૃષિજીવન અંકોનું ફક્ત ટાઈટલ પેજ જોવા માટે (ડાઉનલોડ થશે નહીં.)  અહીં ક્લિક કરો...



No comments: