RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

24 December 2020

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

 1ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેકટતરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

6 ગુજરાતી હાસ્યસાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા

12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત

14 ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવરકયું છે? Ans: સરદાર સરોવર

15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી

17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)

21 ‘જયુબિલી ઓફ ક્રિકેટનામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

22 પ્રાચીન સમયમાં દંડકારણ્યતરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય

25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ

29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા

30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા

31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી

33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો

34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ

35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ

36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ

39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે

40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા

42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

43 ગુજરાતમાં ગૅસ ક્રૅકર પ્લાન્ટકયાં આવેલો છે ? Ans: હજીરા

44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

47 ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતાકોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ

48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા

49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ

53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ

54 ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચકતરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ

55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી

56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી

57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ

58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ

59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ગુજરાતના બગીચાતરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત

61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ

62 ‘પેન્સિલ કલર અને મીણબત્તીનાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો

64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર

65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭

66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન

67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક

68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ

70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી

72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર

73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ

74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ

75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ

76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ

81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ

82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી

84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્નકહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન

85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ

86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા

87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા

88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર

89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ

90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો

92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા

94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

95 ‘ગૂર્જરી ભૂકાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્

96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦

97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર

98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યકિત ઘડતરપુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

101 ‘રાઇનો પર્વતના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ

102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય

103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસમોગ્રાફરાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા

104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે

107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા

109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ

111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર

112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન

113 ‘અમે બધાહાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા

114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી

115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી

116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી

117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની

118 કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્યએવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી

119 ગુજરાતનું કયું બંદર બંદર-એ-મુબારકતરીકે ઓળખાતું હતું? Ans: સુરત

120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ

121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

123 છેક ૧૮૭૫ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજનપુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા

124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા

125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની

130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર

131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી

132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના

134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગૂર્જર ભાષાએવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ

136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ

137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી

138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ

141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ

142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી

143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર

144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર

145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ

146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ

150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર

151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

152 ‘જયુબિલી ઓફ ક્રિકેટનામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ

154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર

156 ‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા

158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા

160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી

161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત

163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન

166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની

167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ધર્મયુદ્ધનામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ

170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

171 ગુજરાતીમાં અસ્મિતાશબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી

172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર

174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી

175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ

176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮

177 ‘પ્રજાબંધુઅને મુંબઇ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે

178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ

179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ

182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ

183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો

184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન

187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા

188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી

190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળેના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ

192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર

193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ

194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)

195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર

196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી

197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ

198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ

199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.

200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

 વધુ 201 થી 350 પ્રશ્નો જોવા માટે અહીં ક્લિક કરો>>>

 

No comments: