RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

24 December 2020

જનરલ નોલેજ ગુજરાતી । જનરલ નોલેજ ક્વિઝ । General Knowledge Gujarati | Gk in Gujarati |

જનરલ નોલેજ 500 પ્રશ્નો General Knowledge 500 Questions | Gujarati Quiz |

201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત

202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના

203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ

204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ

205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ

206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ

207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર

208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર

209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ

211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા

212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે

213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો

214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો

216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા

217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ભારતસંહિતાઅને જયસંહિતાજુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી

219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩

220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસવાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ

223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર

225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસીતરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ

227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

229 ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટકે ગાગરિયા ભટ્ટતરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ

230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ

232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી

233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્રઆવેલું છે ? Ans: મુંદ્રા

235 કવિ નર્મદને આજીવન યોદ્ધોકહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ

236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ

237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ મુંબઇ

239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ

240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ ૬૬)

241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ

243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર

244 ‘નંદબત્રીસીઅને સિંહાસન બત્રીસીપદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા

246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી

247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત

249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

250 ‘સોક્રેટીસનવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક મનુભાઈ પંચોળી

251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર

252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી

253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા

254 પ્રાચીન સમયમાં દંડકારણ્યતરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય

256 રમત ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી

260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ

261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન

262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ

263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો

264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી

267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા

268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા

269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ

270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ

271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન

273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો

275 ગુજરાતમાં વાડીઓનો જિલ્લોતરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ

276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

277 ‘હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી

278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

279 રસિકલાલ પરીખનું શર્વિલકનાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્

280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ

281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધપોથીકહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

282 નરસિંહ અને મીરાં માટે ખરા ઈલ્મી, ખરા શૂરાવિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી

283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ

284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી

285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ

286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું

289 ગુજરાતનું કયું બંદર બંદર-એ-મુબારકતરીકે ઓળખાતું હતું? Ans: સુરત

290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા

291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના

293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ

294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર

295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું

296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ

301 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

302 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ

303 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

304 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬

305 પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

306 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

307 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી

308 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ

309 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)

310 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર

311 રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

312 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર

313 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત

314 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર

315 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ

316 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય

317 કયા બિનગુજરાતી સાહિત્યકાર સવાઇ ગુજરાતીતરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર

318 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? Ans: દાંડી ગ્રામ પંચાયત

319 ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? Ans: જામ દુલિપસિંહ

320 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા

321 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

322 ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩

323 પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો

324 ‘મંગલ મંદિર ખોલોગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. Ans: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

325 ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક

326 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર

327 ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ

328 સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ

329 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

330 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

331 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ પ્રાગમહેલઅને આયના મહેલકચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

332 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

333 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ

334 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? Ans: ૬૦ ટકા

335 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ

336 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? Ans: તાપી

337 ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? Ans: થરાદ

338 ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? Ans: જલારામ બાપા

339 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા

340 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

341 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ

342 ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ

343 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર

344 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ

345 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી

346 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર

347 મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

348 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ

349 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

350 ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર

 વધુ 351 થી 500 સુધીના પ્રશ્નો જોવા અહીં ક્લિક કરો>>>

 

No comments: