Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

પૂજ્ય જેસીંગબાવજીનાં અમૃતબિંદુઓપરમ પૂજ્ય જેસીંગબાપાના અમૃત સાગર માંના અમૃતબિંદુઓ

 • પોતાને માટે સુખ ઈચ્છવાથી નાશવંત સુખ મળે છે અને બીજાઓને સુખ પહોંચાડવાથી અવિનાશી સુખ મળે છે.
 • જ્ઞાન મુક્ત કરે છે પણ જ્ઞાનનું અભિમાન નર્કમાં લઈ જાય છે.
 • જ્ઞાની તો બધુ જાણે છે,પણ જીવ જ્ઞાની આગળ ગુણ બતાવે છે ને દુર્ગુણો છુપાવે છે.
 • મહાપુરૂષનાં વચન આત્માના ઉઘાડ તરફ લઈ જાય છે.
 • હાલના સમયમાં ઘરોમાં, સમાજમાં જે અશાંતિ, કલહ,સંઘર્ષ જોવા મળે છે  તેનું મૂળ કારણ લોકો પોતાના અધિકારની માગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતા નથી.
 • કોઇ પણ કર્તવ્ય-કર્મ નાનું કે મોટું હોતુ નથી.જેનાથી બીજાઓનું હિત થાય છે તે કર્તવ્ય છે અને જેનાથી કોઇનું પણ અહિત થાય તે અકર્તવ્ય છે.
 • કલ્યાણ ક્રિયાથી થતું નથી બલકે ભાવ અને વિવેકથી થાય છે.
 • ભોગોની પ્રિયતા જન્મ-મરણ દેવાવાળી અને ભગવાનની પ્રિયતા કલ્યાણ કરવાવાળી છે.
 • મનુષ્યને વસ્તુ ગુલામ બનાવતી નથી પણ તેની ઈચ્છા ગુલામ બનાવે છે.
 • જેવું હું ઈચ્છું તેવું થાય. આ ઈચ્છા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શાન્તિ નહિ મળી શકે.
 • બને ત્યાં સુધી બીજાની આશા પૂરી કરવાનો પ્રયાસ કરો પણ બીજાની આશા ન રાખો.
 • કામના છૂટવાથી જે સુખ થાય છે તે સુખ કામનાપૂર્તિથી કદી થતું નથી.
 • દરિદ્રતા મટાડવી છે તો પોતાની ઈચ્છાઓને સમાપ્ત કરી દો.
 • જો શાંતિ ચાહો છો તો આમ થવું જોઇએ,આમ નહીં થવું જોઇએ, એ છોડી દો અને જે ભગવાન ચાહે તે જ થવું જોઇએ એ સ્વીકારી લો.
 • જે દુનિયાના ગુરુ બને છે તે દુનિયાના ગુલામ થઇ જાય છે.
 • ભગવાન જગતગુરુ હોવા છતાં પણ મનુષ્યને કદી શિષ્ય નથી બનાવતા ,પણ મિત્ર જ બનાવે છે.
 • જે આપણી પાસેથી ધન-સપંતિ, સુખ-સુવિધા, માન-આદર,પૂ જા-સત્કાર વગેરે પણ ચાહે છે તે આપણું કલ્યાણ નહીં કરી શકે.
 • પ્રારબ્ધ ચિંતા મટાડવા માટે છે,નકામા બનાવવાને માટે નથી.
 • જે બનવાકાળ છે તે બનીને જ રહેશે અને જે બનવાકાળ નથી તે કદી બનશે નહીં, તો પછી ચિંતા કઈ વાતની ?
 • મનુષ્ય જેમ જેમ પોતાના શરીરની ચિંતા છોડી દે છે, તેમ તેમ તેના શરીરની ચિંતા સંસાર કરવા લાગે છે.
 • ચેતો ! આ સંસાર સદા રહેવાને માટે નથી.અહીયાં માત્ર મરવા માટે મરનારાઓ જ રહે છે, તો પછી પગ પસારીને કેમ બેઠાછો ?
 • મકાન અહીં બનાવી રહ્યા છો,સજાવટ અહિયાં કરી રહ્યા છો.પણ ખુદ મોત તરફ જઈ રહ્યા છો.જ્યાં જવાનું છે પહેલાં તેને તો ઠીક કરો.
 • કરીશું એ નક્કી નથી પણ મરીશું એ નક્કી છે.
 • મુક્તિ ઈચ્છાનો ત્યાગ કરવાથી થાય છે,વસ્તુના ત્યાગથી નહિ.
 • બીજાના દોષ જોવાથી નથી આપનું ભલુ થતુ, નથી બીજાનું.
 • ધર્મ પ્રાપ્તિ માટે ધન નહિ પણ મન જોઇએ.
 • દરિદ્રતા ધન મળવાથી જતી નથી પણ ધનની ઈચ્છા છોડવાથી જાય છે.
 • સાધકે સંસારની સેવા માટે સંસારમાં રહેવાનું છે પોતાને સુખને માટે નહિ.
 • કોઇને જરા પણ દુ:ખ ના થાય એ ભાવ મહાન ભજન છે.
 • આપણને જે સુખ-સુવિધા મળી છે તે સંસારની સેવા કરવા માટે મળી છે. 
 •  
 • આ અમૃતબિંદુઓમાં વધારો થતો રહેશે. જોતા રહેશો અને પ્રતિભાવો આપતા રહેશો.

No comments: