Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

સહાયકારી યોજનાઓની માહિતી


      ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રે ચાલતી કેટલીક લોક ઉપયોગી અને મહત્વની જોગવાઇઓ તેમજ સહાયકારી યોજનાઓ  અને  તે યોજનામાં અપાતી સહાયની છેલ્લામાં છેલ્લા થયેલા ફેરફાર મુજબની માહિતી ટૂંકમાં આપવાનો આ પ્રયાસ માત્ર છે. જેથી લાભાર્થીને આ યોજના વિશે સારી જાણકારી મળી શકે.. આ માહિતી આપને કેવી લાગી ? તે વિશે આપની કોમેન્ટ આ પેજની નીચે લખી શકો છો.અથવા આ બ્લોગની નીચે આપેલ Contact Formમાં આપનું નામ આપનો email id  અને તેની નીચે આપેલા ખાનામાં આપનો સંદેશો લખી SUBMIT બટન પર ક્લિક કરવાથી આપનો સંદેશો મને મળી જશે. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર) 


1) પોલીસ ભરતી સહિતની તમામ સરકારી ભરતીમાં 33 ટકા મહિલા અનામત
2)  રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલા અનામત 50 ટકા કરાઇ. 
3) મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ મંડળીઓને દૂધઘર માટે રૂ. 1 (એક રૂપિયો) ના ટોકન દરે 300 ચો.વા.સરકારી પડતર જમીન 15 વર્ષના ભાડા પટ્ટે આપવાની જોગવાઇ.
4) જો ગુજરાતની દીકરી આઇ.એ.એસ. ની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે તો મુખ્ય પરીક્ષાની તૈયારી માટે રૂ. 60,000/- અને ઇન્ટરવ્યું માટે રૂ. 30,000/- ની રોકડ સહાયની નવીન યોજના. 
5) નારી સુરક્ષા માટે '181 અભયમ્' રાજ્યવ્યાપી મહિલા હેલ્પ લાઇન
6) નાના અને સિમાન્ત ખેડૂતો માટે ટપક સિંચાઇના સહાયનું ધોરણ 60 ટકા કરેલ છે. જ્યારે અનુસૂચિતજાતિ અને અનુસૂચિતજનજાતીના ખેડૂતો માટે સહાય ધોરણ 70 ટકાનું કરેલ છે.
7) સામૂહિક શૌચાલાય માટે કેન્દ્ર સરકારના રૂ. 12,000/- અને ગુજરાત સરકારના રૂ. 18,000/- એમ કુલ મળીને  પ્રતિ યુનિટ રૂ. 30,000/-  ની સહાય યોજના. 
8) ધો- 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 500/- શિષ્યવૃત્તિ કરાઇ.
8) કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય રૂ. 10,000/-(બે દીકરીઓ સુધી) 
9) વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જનજતિના વિદ્યાર્થીઓને 4 ટકાના દરે રૂ. 15 લાખ સુધીની લોન સહાય. 
10) કોમર્શિયલ પાઇલોટની તાલીમ માટે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને  4 ટકાના દરે રૂ. 25 લાખ સુધીની લોન સહાય. 
11) અનૂસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની વિવિધ કલ્યાણકારી યોજનઓ માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 47,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 68,000/- કરવામાં આવેલ છે.
12) ડૉ. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન માટેની સહાય રૂ. 70,000/- છે.
13) અનુસૂચિતજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અબ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની  લોન સહાય.
14) ધો-12 માં 70 ટકા  કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના. 
15) યુ.પી.એસ.સી.  મુખ્ય પરીક્ષા માટે અનુસૂચિત જાતિના કુમારોને રૂ. 50,000/- અને કન્યાઓને રૂ. 60,000/- જ્યારે ઇન્ટરવ્યૂ માટે કુમારોને રૂ. 25,000/- અને કન્યાઓને રૂ. 30,000/- ની સહાય.
16) ધો-10 માં 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને  ગુજકેટ/નીટ/પીએમટી/જેઇઇની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રૂ. 20,000/-કોચીંગ સહાય આપવાની યોજના. 
17) અનુસૂચિતજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ટેલેન્ટ પુલનું નિર્માણ કરી વિદ્યાર્થી દીઠ રૂ. 40,000/- સહાય આપવાની યોજના.
18) રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પ્રતિ માસ રૂ. 400/- ની સહાય મળવા પાત્ર છે. 
19) આઇ.ટી.આઇ. પાસ યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે રૂ. 1 (એક) લાખ સુધીની લોન સહાય અને લોન ઉપર 7 (સાત) ટકાની વ્યાજ સહાય ત્રણ વર્ષ સુધી
20) ખેડૂત ખાતેદારોને ગામના નમૂના નં -7  અને 8 ની નકલો વર્ષમાં એકવાર વિના મૂલ્યે મળશે.

Go To More Schemes >>>


(નોંધ- આ માહિતી અપડેટ થતી રહેશે. મુલાકાત લેતા રહેશો તેમજ અભિપ્રાય તથા સૂચનો આપતા રહેશો. આપનો શુભેચ્છક -હરિ પટેલ)
મો.૯૯૯૮૨૩૭૯૩૪ - ૯૪૨૯૯૬૬૮૬૦

No comments: