RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

23 December 2020

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના । નિરાધાર વૃદ્ધોને સહાય । ગુજરાત સરકારની યોજનાઓ ।

2. નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

લાભ કોને મળી શકે ?

  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

લાભ શુ મળે ?

  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
  • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.

અરજીપત્રક ક્યાંથી મળશે ?

  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.

અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?

અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.

સહાય ક્યારે બંધ થાય

  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
  • લાભાર્થી નું આવસાન થતાં

અપીલની જોગવાઈ

અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

મુખ્ય પેજ પર પાછા જાઓ>>>

 

No comments: