RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

23 December 2020

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના । વયવંદના યોજના । IGNOAPS । યોજનાઓ । ગુજરાત સરકારની યોજનાઓ ।

1.  ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.

આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.

  1. અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  2. અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબ રેખા હેઠળ B.P.L યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોર સમાવિષ્ટ હોવો જોઈએ. શહેરી વિસ્તારના અરજદારોમાટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L સમાવિષ્ટ હોવો જોઈએ.
  3. પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.

સહાયની રકમ

સહાયની રકમ લાભાર્થીની ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્‍ધોને માસિક સહાય રૂ.૭૫૦/- (રાજય સરકારના રૂ.૩૦૦/- + કેન્‍દ્ર સરકારના ના રુ.ર૦૦/-) તેમજ ૮૦ કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.૧૦૦૦/- (રાજય સરકારના રૂ.પ૦૦/- + કેન્‍દ્ર સરકારના રૂ.પ૦૦/-)

અપીલ અરજી અંગે

નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

સહાય ક્યારે બંધ થાય ?

  • લાભાર્થી બી.પી.એલ
  • લાભાર્થીઓનું અવસાન થવાથી

અરજી ફોર્મ ક્યાથી મળશે ?

વિના મૂલ્યે નીચેની કચેરીમાથી મળશે.

  • કલેક્ટર કચેરી
  • મામલતદાર કચેરી
  • જનસેવા કેન્દ્ર

લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.

મુખ્ય પેજ પર પાછા જાઓ>>> 

No comments: