RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

23 December 2020

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના । ગુજરાત સરકારની યોજનાઓ । સહાય યોજનાઓ ।

૩. સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

લાભ કોને મળી શકે ?

  • ગરીબી રેખા ૦ થી ર૦ નો સ્‍કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.
  • મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી.

લાભ શુ મળે ?

   મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.

અરજી ફોર્મ ક્યાથી મેળવું?

કલેક્ટર કચેરી, મામલદાર કચેરી, જનસેવા કેન્દ્ર.

અરજી ક્યાં કરવી ?

આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્‍ય તમામ વિસ્‍તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.

લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.

નોંધ : - આ યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.

મુખ્ય પેજ પર પાછા જાઓ>>> 

 

No comments: