Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

04 May 2018

પાક વિમા પ્રિમિયમ ન કાપવાની અરજી

ખેડૂત મિત્રો, નમસ્કાર. જો તમોએ કોઇ બેન્કમાંથી ખેતી વિષયક ધિરાણ (કેસીસી) લીધેલ હોય તો દરવર્ષે રકમ ભરવા જાઓ ત્યારે વ્યાજ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની કેટલી રકમ બેન્કે કાપેલ છે તેની જાણકારી મેળવો અને આ વિમાના પ્રિમિયમની રકમ તમારી મંજૂરી સિવાય બેન્કે બારોબાર કાપી લિધેલ હોય તો  ફરીથી આ રકમ તમારી મંજૂરી સિવાય ન કપાય તે માટે બેન્ક મેનેજરને વાંધા અરજી આપો. આ અરજીનો નમૂનો નીચે આપેલો છે.જેની ત્રણ નકલમાં વિગતો ભરીને બે નકલો બેન્કને આપો અને એક નકલ પર બેન્ક મેનેજરના સહી-સિક્કા કરાવીને તમારી પાસે સાચવી રાખો.

પ્રધાનમંત્રી ફસલ વિમાના પ્રિમિયમની કપાત ન કરવા માટેની અરજી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Post a Comment