RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

20 March 2016

CONSTITUTION OF INDIA-In-Gujarati


(ટૂંક સમયમાં આ e-Book  અહીં મૂકાશે.તેની pdf file પણ મૂકાશે.આ પુસ્તકના કેટલાક અંશો આ પોસ્ટની નીચે મૂકેલા છે.મુલાકાત લેતા રહેશો - હરિ પટેલ) 
ભારતના બંધારણ વિશેની માહિતી 


(1) ભારતના બંધારણનું આમુખ જુઓ એક આકર્ષક ફ્રેમમાં jpg ફાઈલ   અહીં  ક્લિક કરો

(2) ભારતનું બંધારણ -બુક (એપ્રિલ-2001) pdf 
ફાઈલ પેઇઝ -290  અહીં  ક્લિક કરો


(3) "भारत का संविधान" हिन्दी भाषा में  पूरी बुक
 ऑनलाइन पढ़िए  અહીં ક્લિક કરો...


(4) CONSTITUTION OF INDIA IN ENGLISH (3.9 MB pdf File- Page-291 ) CLICK HERE


(5) ભારતીય સંવિધાન (બંધારણ) Most IMP 100 Questions (pdf) 107KB અહીં ક્લિક કરો

                 ભારતનું સંવિધાન

આછેરો પરિચય

- હરિભાઇ પટેલ(બ્લોગર)
 haridpatel.blogspot.com

1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-
* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.
* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.
* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)
* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)
* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.
* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.
* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)
* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)
* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.
* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.
* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)
* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.
* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)
* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
 haridpatel.blogspot.com
2. ભારતના બંધારણની વિશેષતાઓ-
* ભારતનું બંધારણ લખિત હોવાથી તેને દસ્તાવેજી બંધારણ કહે છે.
* ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
* બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
* પરિવર્તનશીલ બંધારણ છે.
* સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
* બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
* પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે. 18 વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
* સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
* ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.
* દ્વિગૃહી ધારાસભા છે.
* એકજ નાગરિકતાની જોગવાઇ છે.
* સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.
* ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
* બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે.
 haridpatel.blogspot.com
3. ભારતના બંધારણનું આમુખ-
* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.
* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.
* કેશવાનંદ ભારતી કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.
3. ભારતના બંધારણ (સંવિધાન) ના મહત્વના અનુચ્છેદો (કલમો) ની ભાગવાર ટૂંકમાં માહિતી-
ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
  
અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
અનુચ્છેદ-02
નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
અનુચ્છેદ-03
નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.



haridpatel.blogspot.com
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.
 
અનુચ્છેદ-05
સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.
અનુચ્છેદ-06
ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
અનુચ્છેદ-07
પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.


                                     haridpatel.blogspot.com


ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો)
અનુચ્છેદ- 12 થી 35 મૂળભૂત અધિકારો (હક્કો) અ‍ંગેના છે.
મૂળભૂત હક્કો છ છે.
 
અનુચ્છેદ-14 થી18
(1) સમાનતાનો હક-
અનુચ્છેદ-19 થી 22
(2) સ્વતંત્રતાનો હક
અનુચ્છેદ-23 થી 24
(3) શોષણ સામેનો હક
અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો
અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)


haridpatel.blogspot.com

ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-

અનુચ્છેદ-14
કાયદાની નજરે બધા નાગરિકો સમાન
અનુચ્છેદ-15
ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)
અનુચ્છેદ-16
જાહેર નોકરીમાં દરેકને સમાન તક.
અનુચ્છેદ-17
અસ્પૃશ્યતા નાબૂદી.
અનુચ્છેદ-20
અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.
અનુચ્છેદ-21
જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.
અનુચ્છેદ-21 (ક)
શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)
અનુચ્છેદ-22
ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.
અનુચ્છેદ-23
મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.
અનુચ્છેદ-24
કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)
અનુચ્છેદ-29
લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)
અનુચ્છેદ-30
ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.
અનુચ્છેદ-31
મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)


haridpatel.blogspot.com


( આ માહિતી અપડેટ થતી રહેશે. આપ જરૂરથી મુલાકાત લેતા રહેશો. આ માહિતી વિષે આપની કોમેન્ટ / અભિપ્રાય આવકાર્ય છે.મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક  -હરિ પટેલ )


No comments: