RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

09 September 2015

ખેડૂત કોલ કોર્નર

    ખેડૂતભાઇઓ  આ વિભાગમાં આપને રોજ-બરોજ ઉપયોગી થાય તેવા ટેલિફોન નંબરો માહિતી સાથે મૂકવામાં આવશે.જેનો લાભ જરૂર પડે લેતા રહેશો. 

૧.  જીએસએફસી લિ.વડોદરા દ્વારા "સરદાર એગ્રિનેટ કોલ સેન્ટર" ચલાવવામાં આવે છે.જે ખેડૂતભાઇઓને  ઘરબેઠાં ફોન ઉપર જ ખેતીને લગતી જે માહિતીની જરૂર હોય તે માહિતી ગુજરાતી ભાષામાં જ પૂરી પાડે છે.દરરોજ સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી આ સેવા ચાલુ રહે છે.ખેડૂતભાઇઓ ખુશીની વાત તો એ છે કે ફોન પર જ્યાં સુધી વાત થાય ત્યાં સુધી ફોનનો કોઇ ચાર્જ લાગતો નથી.એટલે કે તમારા મોબાઇલ કે ફોનનું  બેલેન્સ કપાતું નથી.આ ટોલ ફ્રી નંબર છે.તો આ નંબર તમારા મોબાઇલમાં સેવ કરી લેજો અને જરૂર પડે તેનો લાભ  લેતા રહેજો.
જીએસએફસી સરદાર એગ્રિનેટ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૨૩ ૫૦૦૦

No comments: