RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

લગ્ન નોંધણી કાયદો - લેખ - ૬


કાયદાકીય રીતે જરૂરી છતાં લોકો લગ્નની નોંધણી કેમ કરાવતા નથી? (સૌજન્ય: ઈ-ગુજરાતી ટાઇમ્સ)
By ENN,અમદાવાદ,
લગ્ન નોંધણીનો કાયદો ગુજરાતમાં 1લી જાન્યુઆરી 2008થી અમલમાં આવ્યો જો કે લોકોમાં તે અંગે જાગૃતિનું પ્રમાણ ખુબ ઓછું હોવાથી શહેરમાં લગ્ન નોંધણી કરાવનાર યુગલોની સંખ્યા શહેરના કુલ પરણીત વ્યક્તિઓની સામે અડધા ટકાથી પણ ઓછી છે.
             ભારતમાં લગ્ન માટે દરેક ધર્મના લોકો માટે જુદાં જુદાં કાયદા છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી કોમ માટે તેમના અંગત કાયદા છે. આ કાયદાઓ ઉપરાંત 'વિશેષ લગ્ન અધિનિયમ' (સ્પેશ્યલ મેરેજ એક્ટ) 1954 પણ છે. જોકે લગ્ન નોંધણી બધા ધર્મના લોકો માટે ફરજીયાત અને સમાન બનાવવા માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, દિલ્હી, ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ કાયદા ઘડ્યા છે. ફેબ્રુઆરી 2006માં ભારતની સર્વોચ્ચ અદાલતે તમામ લગ્નોની નોંધણી ફરજીયાત બનાવતો કાયદો ઘડવા માટે ત્રણ મહીનાની મુદ્દત આપી હતી. લગ્ન નોંધણીના મુખ્ય ફાયદાઓ જેમ કે, બંને પક્ષોની સંમતિ વગર થતાં લગ્નો નિવારી શકાશે, દ્વિપત્નીત્વ અને બહુપત્નીત્વ ઉપર અંકુશ મુકી શકાશે અને યુવાન છોકરીઓની થતી ખરીદી અન વેચાણ પણ રોકી શકવાનો આશાવાદ સર્વોચ્ચ અદાલતને હતો.
            હવે, ગુજરાત રાજ્યમાં આ કાયદો લગ્ન નોંધણી અધિનિયમ, 2006ના નામે ઓળખાય છે જે રાજ્યમાં લાગુ છે. આ કાયદાના હેતુઓ પાર પાડવા માટે રજિસ્ટારની નિમણૂંક સરકારે કરી છે. શહેરની વાત કરીએ તો શહેરનાં દરેક ઝોન પ્રમાણે લગ્નની નોંધણી કરવામાં આવે છે. પરંતુ લોકોમાં તે અંગે ખુબ ઓછી જાણકારી છે. વળી જેમણે લગ્નની નોંધણી કરાવી છે તેવા યુગલોએ પણ બહારના દેશોમાં જવા માટે 'મેરીટલ સ્ટેટસ'નું પ્રમાણપત્ર આપવા માટે તે નોંધણી કરાવી છે. ખુબ ઓછા એવા લોકો હશે કે જેમણે કાયદાના પાલન સ્વરૂપે લગ્નની નોંધણી કરાવવા માટે ઝોનલ ઓફિસના પગથીયા ઘસ્યા હશે!
            આ અંગે ફેમીલી કોર્ટના પ્રમુખ, એડવોકેટ કહે છે કે લગ્ન નોંધણી અધિનિયમ અમલમાં આવ્યો છે પરંતુ આ કાયદાનો ફેલાવો અને જાગૃતિના અભાવને કારણે લગ્ન નોંધણીના પ્રમાણમાં કોઇ વધારો નોંધાયો નથી. બીજી મહત્વની બાબત એ છે કે આ અધિનિયમમમાં કોઇ ફરજીયાતપણુ નથી એટલે આ કાયદાનો અમલ જોઇએ એવો થતો નથી. જેવી રીતે જન્મ નોંધણી, મરણ, નોંધણી કરાવવી ફરજીયાત છે એ પ્રકારે સરકારી પુરાવા તરીકે પ્રાધાન્ય આપી લગ્ન પ્રમાણપત્ર ફરજીયાત બનાવવામાં આવે તો જ આ કાયદાનો ઉદ્ધેશ્ય સાર્થક બનશે.
         તેમણે વધુમાં જણાવ્યું કે દિન-પ્રતિદિન મહિલાઓ વિરુદ્ધ બનતા બનાવોમાં જ્યારે એક મહિલાનું અસ્તિત્વ પત્ની તરીકે પુરવાર કરવાનું હોય ત્યારે આ પ્રમાણપત્ર ખુબ મહત્વનું સાબિત થઇ શકે છે અને ઘણી વખત ખોરાકી (ભરત પોષણ)ના કેસમાં લગ્ન થયા હોવાના કોઇ પુરાવા ઉપલબ્ધ હોતા નથી ત્યારે જો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પત્ની બતાવે તો પત્નીનો દરજ્જો સાબિત કરી શકાય અન્યથા ઘણાં કેસોમાં પત્નીને ભરણપોષણ પણ મળી શકતું નથી અને ખોરાકી રદ્દ થઇ હોવા
નું પણ એડવોકેટે જણાવ્યું હતું.
>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો 

No comments: