RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

લગ્ન નોંધણી - લેખ- ૫



બારોબાર બની જતા મેરેજ સર્ટિફિકેટ પર અંકુશ મેળવવા નવી નિતિ
લગ્નની નોંધણી વખતે પતિ અને પત્‍નીએ ફરજીયાત હાજર રહેવું પડશે

        અકિલા સમાચાર - અમદાવાદ તા. ૧૯, જાન્યુઆરી, ૨૦૧૫: અત્‍યાર સુધી અનેક કિસ્‍સામાં એવું બનતું હતું કે, પતિ-પત્‍ની હાજર ન રહે તો પણ રજિસ્‍ટ્રાર કચેરીથી ઇસ્‍યુ થતું મેરેજ સર્ટિફિકેટ ઘર બેઠા મળી જતું હતું. અમુક એજન્‍ટોની મિલી ભગતથી એક પણ પક્ષકારની હાજરી વગર સંખ્‍યાબંધ મેરેજ સર્ટિફિકેટ ઇસ્‍યુ થઇ જતા હતા. હવે, આવું નહીં બને. લગ્નની નોંધણી કરાવતી વખતે રજિસ્‍ટ્રાર સમક્ષ પતિ-પત્‍નીએ ફરજિયાત હાજર રહેવું પડશે તેવો આદેશ મ્‍યુનિ. કોર્પો.ના હેલ્‍થ જન્‍મ-મરણ-લગ્ન નોંધણીના રજિસ્‍ટ્રાર ડો.એ.એ. બેગડાએ જીઆર બહાર પાડીને કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશને બહાર પાડેલા નવા જીઆરમાં નવા પાંચ મુદ્દા લગ્નની નોંધણી માટે આવરી લીધા છે. તે તમામ મુદ્દાઓનું કડક પણે પાલન કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
        કોર્પોરેશને બહાર પાડેલ જીઆરમાં એવો આદેશ કરવામાં આવ્‍યો છે કે, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત શહેરમાં થયેલ લગ્નની નોંધણી જે તે વોર્ડની હદ પ્રમાણે કરવામાં આવે છે. અગાઉ નોંધણી અંગે લેખીત-મૌખીક માર્ગદર્શિક સુચનાઓ આપવામાં આવી હતી. આમ છતા હણ એવું બહાર આવ્‍યું છે કે, ઘણા વોર્ડમાં લગ્ન રજિસ્‍ટ્રાર દ્વારા વિવિધ સુચનાનો અમલ યોગ્‍ય રીતે થઇ રહ્યો નથી. પરંતુ હવેથી નવી માર્ગદર્શિકા આધારે જ લગ્નની નોંધણી કરી મેરેજ સર્ટિફિકેટ આપવાનું રહેશે. નવી પાંચ માર્ગદર્શિકા અનુસાર, નોંધણી કરાવનાર બન્ને પક્ષકારોએ ફરજિયાત રજિસ્‍ટ્રાર સમક્ષ હાજર રહેવું પડશે.
   અનિવાર્ય સંજોગોમાં જ પક્ષકારો સિવાય તેમના સ્‍વજનને સર્ટિફિકેટ આપવામાં આવ. પરંતુ સર્ટિફિકેટ આપતા પહેલાં તેમનું બાંહેધરી પત્રક અને સર્ટિફિકેટ લઇ જનારનો ફોટો આઇડી ફરજીયાત આપવાનું રહશે. સર્ટિફિકેટ આપતી વખતે જન્‍મનું પ્રમાણપત્ર, શાળા છોડ્‍યાનું પ્રમાણ પત્ર અથવા ફોટો આઇડી સાથે તમામ હકીકત મેચ થવી જોઇએ, એનઆરઆઇ લગ્ન નોંધણી માટે રજિસ્‍ટ્રાર જનરલ અને આરોગ્‍ય કમિશનરનો પરિપત્ર લાગુ રહેશે, ઉંમરના પુરાવાની પ્રમાણિત નકલ હોવી ફરજિયાત, લગ્નના એગ્રિમેન્‍ટ માટે ૧૦૦ રૂ.ના સ્‍ટેમ્‍પ પર હોવું જરૂરી અને સાક્ષીઓ સહીના તમામ દસ્‍તાવેજ ફરજિયાત આપવાના રહશે.
   બન્ને પક્ષકારોની સલામતી હોવી જોઇએ
   અમદાવાદમાં બહાર ગામથી પણ પ્રેમ લગ્ન કરવા કપલ આવે છે. જુદા જુદા વોર્ડમાં અઠવાડિયામાં ત્રણ દિવસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્‍યુ થાય છે. આ જીઆર યોગ્‍ય છે પરંતુ ઘણી વાર નોંધણી વખતે પ્રેમી પંખીડાના પરિવારજનો આવી જવાના કિસ્‍સા બને તેવી શક્‍યતા રહેલી છે. જેના કારણે રજીસ્‍ટ્રાર કચેરી ખાતે બન્ને પક્ષકારોની યોગ્‍ય સલામતીની વ્‍યવસ્‍થા પણ હોવી જોઇએ.
>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો 

No comments: