RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

22 March 2016

Forms Of Secondary School

 
 સૂચના: આ બ્લોગની તમામ મૌલિક માહિતી કોપીરાઇટ છે. તેમ છતાં કેટલાક શિક્ષણને લગતા બ્લોગો પર આ ફોર્મસ મૂકેલ છે.આ બ્લોગની માહિતી જે  બ્લોગો પર મૂકેલ છે, તે ડિલિટ કરવા જણાવવામાં આવે છે.આ બ્લોગ અથવા પેજની ફક્ત લિંક આપી શકાશે. માહિતીની કોપી કરવાની મનાઇ છે.આ બ્લોગની માહિતી જાહેર જનતાના વ્યક્તિગત ઉપયોગ માટે છે, અન્ય બ્લોગો પર મૂકવા માટે નથી.જો સૂચનાનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે.    -Hari Patel

સારસ્વત મિત્રો, માધ્યમિક શાળાઓ માટે ઉપયોગી કેટલાંક વિવિધ ફોર્મ અને અરજીપત્રકોના નમૂના અહીં આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે.જે રોજ-બરોજના કામમાં આપને ખૂબ જ ઉપયોગી બનશે.કોકવાર આપને એવો અનુભવ થયો હશે કે કોઇ સામાન્ય ફોર્મ કે જેની વર્ષમાં એકાદવાર આપને જરૂર પડતી હોય અને તે આપની પાસે ઉપલબ્ધ ના હોય.ક્યારેક કોમ્પ્યુટરમાં રાખેલું ફોર્મ ડીલીટ પણ થઇ ગયું હોય  કે વાયરસ આવવાથી ફાઇલ ખૂલતી નહીં હોય એવું પણ બન્યું હશે.એક
સામાન્ય લાગતા ફોર્મ માટે જો ગામડાની શાળા હશે તો લાંબુ અંતર કાપીને અન્ય શહેરમાં સ્ટેશનરીની દુકાને જવું પડ્યું હશે.જેથી સમયનો બગાડ તો થયો હશે સાથે ફોર્મના અભાવે સમયસર કામ પણ નહીં થયું હોય ! મને ખુદને પણ આજે (તારીખ-૧૧/૦૧/૨૦૧૬ ના રોજ) એવો જ એક અનુભવ થયો.બન્યું એમકે. વિદ્યાર્થીઓની બચેલી શિષ્યવૃત્તિની રકમ ભરવી હતી પણ રોકડ રકમનું ચલન મળતું નહોતું.કોમ્પ્યુટરની ફાઇલો ફેંદી પણ ન મળ્યું.છેવટે રેકર્ડની ફાઇલમાંથી એક ચલનની હાર્ડ કોપી મળી. અને તેને સ્કેન કરીને જરૂરી કોપીઓ મેળવી. ત્યારે જ મારી શાળાના ક્લાર્કશ્રી બી.એમ.પટેલને મેં વાત કરી કે જો આવાં વર્ષે કે ક્યારેક જરૂર પડતાં ફોર્મ બ્લોગ પર મૂકીએ તો આપણા જેવા સારસ્વતોને આવા વિકટ સમયે કામ આવે.તે જ સમયે મેં નિર્ણય કરી લીધો અને તે જ દિવસે મેં પાંચેક  ફોર્મ જાતે વ્યવસ્થિત રીતે કોમ્પ્યુટરાઇઝ કર્યાં, તેની pdf Files બનાવી અને મારા આ બ્લોગ પર મૂકી.એટલું જ નહીં આવાં ફોર્મની સાથે મારાથી શક્ય બને તેટલાં ફોર્મ અને અરજીપત્રકો મૂકવાનો  નિર્ણય પણ મેં કર્યો. બસ, સમયાંતરે માધ્યમિક  શાળા માટે ઉપયોગી ફોર્મ અને અરજીપત્રકોના નમૂના મૂકતો રહીશ. આ રીતે પણ મારા રાજ્યના તેમજ છેવાડાનાં ગામોમાં રહેતા મારા સારસ્વત મિત્રોને હું મદદરૂપ થઇ શકું તો ય મારા આ જીવનને ધન્ય ગણીશ. આપનો શુભેચ્છક - હરિ પટેલ (બ્લોગર) 



સારસ્વત મિત્રો, અહીં આપેલા pdf ફોર્મના નમૂનાઓ ડાઉનલોડ કર્યા બાદ પ્રિટીંગ સમયે ધ્યાનમાં રાખવાની કેટલીક અગત્યની બાબતો

* ફોર્મ આડું છે કે ઊભું તે જોવું અને તે પ્રમાણે પેપર સાઇઝ ફીક્ષ કરવી.

* ઓછી કોલમો અને આડું ફોર્મ હોય તો A4 પેપર સાઇઝ પસંદ કરવી અને વધારે કોલમો હોય તો લીગલ પેપર સાઇઝ પસંદ કરવી.

* કેટલાક ફોર્મનાં ત્રણ પાન આપેલ છે. જે ડાઉનલોડ કર્યા બાદ ત્રણે ય પાન પ્રિન્ટ કરી લેવાં. ત્યારબાદ વિદ્યાર્થી સંખ્યાની ગણતરી કરી દરેક ફોર્મનું બીજા નંબરનું પાનું જોઇતી સંખ્યામાં પ્રિન્ટ અથવા ઝેરોક્ષ કરી લેવું.તે પાનાંને પ્રથમ અને છેલ્લા પાનાની વચ્ચે સ્ટેપલર પીન વડે લગાવી દેવાથી આપના વર્ગની સંખ્યા મુજબ પત્રક તૈયાર થઇ જશે.કોઇ મુશ્કેલી જણાય તો મને ફોનથી જાણ કરશો. મો. 9998237934, 9429966860
 
       જે ફોર્મની જરૂર હોય તેના પર બસ,એક ક્લિક કરો અને મેળવો આપનું જરૂરી ફોર્મ.
1. Record Type - 3 ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

2. Record Type - 12 ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

3. રોકડ રકમનું ચલન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

4. કર્મચારીઓનો જૂથ વિમો ભરવાનું હેડ સાથેનું રોકડ રકમનું ચલન (ફક્ત સાબરકાંઠા જિલ્લા માટેનું) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

5. જી.પી.એફ. વ્યાજ ગણતરી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

6. જી.પી.એફ. એડવાન્સ ઉપાડ ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

7. રજાનો રીપોર્ટનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

8. મૂવમેન્ટ રજીસ્ટરનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

9. વાઉચર ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

10. જન્મતારીખના પ્રમાણપત્રનો નમૂનો (ગુજરાતી)  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

11. Birthday Certificate (English) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

12.માધ્યમિક શાળાના શિક્ષકો માટેનો ખાનગી અહેવાલનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

13. માધ્યમિક શાળાના કારકૂન (ક્લાર્ક) માટેનો ખાનગી અહેવાલનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

14. માધ્યમિક શાળાના પટાવાળા માટેનો ખાનગી અહેવાલનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

15. S.S.C./H.S.C. Trial Certificate નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

16. કર્મચારીઓનું માસિક પી.એલ.આઇ. પ્રિમિયમ ભરાવાના પત્રકનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

17. શાળા પ્રાર્થના સભાનું અઠવાડિક આયોજનના ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

18. શાળા તરફથી આપવાના વિજેતાના પ્રમાણપત્રનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

19. Mark Sheet (ગુણપત્રક) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

20. વાંચન સ્પર્ધા માટેનાં મૂલ્યાંકન (ગુણાંકન પત્રક) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

21. વક્તૃત્વ / મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા માટેનાં મૂલ્યાંકન (ગુણાંકન પત્રક) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો... 

22. ભજન / ગીત સ્પર્ધા માટેનાં મૂલ્યાંકન (ગુણાંકન પત્રક) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

23. લેખન / હસ્તાક્ષર સ્પર્ધા માટેનાં મૂલ્યાંકન (ગુણાંકન પત્રક) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

24. ધો-૯ ના FA-SA:-1/2 નું મૂલ્યાંકનનું વિશ્લેષણ દર્શાવતા પત્રક (અનુસૂચિ-14) નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...


25. ખોખો માટે સ્કોરશીટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


26. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે કરવાની અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

27. શાળામાં પ્રવેશ મેળવવા માટેનું ફોર્મ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

વિવિધ સ્કોલરશીપ ચૂકવવા અંગેના ફોર્મના નમૂના ડાઉનલોડ કરો.


26. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ની સ્કોલરશીપ ચૂકવાનો ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

27. ઇ.બી.સી. ની સ્કોલરશીપ ચૂકવવાનો ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

28. અનુસૂચિત જાતિ (એસ.સી.) ની સ્કોલરશીપ ચૂકવાનો ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિકકરો.

29. વિચરતી-વિમુક્ત જાતિ ની સ્કોલરશીપ ચૂકવાનો ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

30. વિકલાંગ સ્કોલરશીપ ચૂકવાનો ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

31. સરસ્વતી સાધના યોજનાની સાયકલો આપ્યાના ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



નવાં ઉપયોગી  ફોર્મ
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત ધોરણ-૧૦ ની પરીક્ષા અને પરીક્ષાર્થીઓને ઉપયોગી વિવિધ ફોર્મ અને અરજીઓના નમૂનાઓનું લીસ્ટ જોવા અને  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

(નવા ફોર્મ અને પત્રકો મૂકાતા રહેશે. મુલાકાત લેતા રહેશો.અભિપ્રાય/સૂચનો આવકાર્ય.મુલાકાત બદલ આભાર.)

No comments: